જો લોકો વ્યવસ્થિત ખાવાનું નથી ખાતા અથવાતો જો તમારા ભોજન માં પોષક તત્વો ની ઉણપ રહે છે તો તમે પણ કુપોષણ નો શિકાર બની શકો છો. કુપોષ...

આ રીતે રાખો તમારો ખોરાક તો તમે પણ નહિ બનો કુપોષણ નો શિકાર


      જો લોકો વ્યવસ્થિત ખાવાનું નથી ખાતા અથવાતો જો તમારા ભોજન માં પોષક તત્વો ની ઉણપ રહે છે તો તમે પણ કુપોષણ નો શિકાર બની શકો છો. કુપોષણ ના કારણે શારીરિક વિકાસ માં ઉણપ, થકાવ, વાગ્યા પર ધીમે રુજ આવવી, ચામડી પતલી હોવી, અને સ્વાસ લેવામાં તકલીફ થવા જેવી બીમારીઓ થઇ શકે છે.

     બાળકોમાં કેલેરી અને પ્રોટીન ની ઉણપ ને કારણે વજન માં ઉણપ, લંબાઈ ના વધવી, ઓછી રોગ પ્રતિરોધક ક્ષમતા અને કમજોરી જેવી સમસ્યા થઇ શકે છે. જન્મેલા બાળકો, નાના બાળકો, પ્રેગનેન્ટ મહિલા, સ્તનપાન કરાવતી માતા ને ઓછા પોષક તત્વો ની કમી ના કારણે સવથી વધુ કુપોષણ નો શિકાર થઇ શકે છે.

આ રીતે કરો આહાર

1. રાત્રે 50 ગ્રામ દ્રાક્ષ ને પાણીમાં પલાળીને મૂકી દો અને સવારે તેને સારી રીતે ચાવીને ખાઓ. આ પ્રક્રિયાને 2 થી 3 મહિના લગાતાર કરવાથી કુપોષણ ની ઉણપ ની સમસ્યા દુર થાય છે અને વજન માં પણ વધારો થાય છે.

2 ખાવામાં પ્રોટીન ની માત્રા માં વધારો કરો. દાળ માં સવથી વધુ પ્રોટીનની માત્રા હોય છે એટલે તમારા ખાવામાં અલગ અલગ દાળ નું સેવન કરવું જોઈએ.

3 દૂધ અને દૂધ ની બનેલી વાનગીના સેવન થી પણ કુપોષણ સામે તમે લડી શકો છો એટલા માટે 300 થી 500 મિલી દૂધ પીવું જોઈએ.

4 રોજે અખરોટ ખાવાથી તમારો વજન વધી જશે. તેમાં રહેલા મોનો સેચ્યુરેટેડ ફેટ તમારા શરીર માટે ફાયદાકારક હોય છે.

5 અપૂરતી ઊંઘ ના કારણે પણ તમારા શરીર માં ફરક પડી શકે છે સાથે સાથે શરીર થાકેલું પણ મહેસુસ કરે છે. એટલા માટે રોજે 7 થી 8 કલાક ઊંઘ જરૂર થી લો.


6 રોજે 100 થી 200 ગ્રામ કાળા ચાણા ખાવાથી પણ તમે કુપોષણ સામે રક્ષણ મેળવી શકો છો. રાત્રે ચણાને પલાળી ને સવારે ખાવાથી પણ ખુબજ ફર્ક પડે છે.

0 કેમેન્ટ અહી કરો: