દુધી નું શાક ભલે તમને ખાવામાં પસંદ ના હોય, પરંતુ તેની છાલ સ્વાસ્થ્ય માટે તેમજ સુંદરતા જેવી સમસ્યા માટે ખુબજ ગુણકારી છે. તમે પણ આ ફાયદ...

દુધી ની છાલ થી થઇ શકે છે આ ચમત્કારિક ફાયદાઓ..દુધી નું શાક ભલે તમને ખાવામાં પસંદ ના હોય, પરંતુ તેની છાલ સ્વાસ્થ્ય માટે તેમજ સુંદરતા જેવી સમસ્યા માટે ખુબજ ગુણકારી છે. તમે પણ આ ફાયદાઓને જાણીને માર્કેટ માં જઈને જરૂરથી દુધી ખરીદશો. તો ચાલો જાણીએ દુધી ની છાલ માં કયા છે તે ચમત્કારિક ગુણ

તમને આ જાણીને નવાઈ લાગશે કે દુધી ની છાલ નો પ્રયોગ તડકામાં થયેલી કાળી ત્વચા અથવાતો બળેલી ત્વચા માટે થાય છે. તેના માટે દુધી ની છાલ ની પેસ્ટ બનાવીને ચહેરા પર લાગવાની છે અને થોડી વાર રાખીને ધોઈ નાખવાની છે.

વધુ પડતી ગરમીને કારણે ત્વચા અથવાતો પગના તળિયા બળવા માંડે છે જેનાથી બચવા માટે દુધીની છાલ નો પ્રયોગ કારગર સાબિત થઇ શકે છે. આ છાલને ત્વચા ઉપર ઘસવાથી રાહત મળે છે.

પાઈલ્સ જેવી સમસ્યા માટે દુધી ખુબજ ફાયદામંદ છે. દુધીની છાલ નો પાવડર બનાવીને રોજે ઠંડા પાણી સાથે 2 વાર સેવન કરવો જોઈએ. આવું કરવાથી તમને જલ્દી થી રાહત મળી શકે છે.

0 કેમેન્ટ અહી કરો: