આજના સમય માં બધા માટે સવથી કીમતી વસ્તુ છે સમય અને તેની સાથેજ ચાલવાની લોકો કોશિશ પણ કરતા હોય છે. સમય ની સાથે લોકો ચાલવા...

ઘરમાં લાગેલી ઘડિયાળ બદલી શકે છે તમારું પણ ભાગ્ય
             આજના સમય માં બધા માટે સવથી કીમતી વસ્તુ છે સમય અને તેની સાથેજ ચાલવાની લોકો કોશિશ પણ કરતા હોય છે. સમય ની સાથે લોકો ચાલવાની કોશિશ તો જરૂર થી કરે છે પરંતુ શું તમને ખબર છે કે ઘડિયાળ તમારો સમય પણ બદલી શકે છે. ઘરમાં લાગેલી ઘડિયાળ વ્યક્તિ નો સમય સારો અથવાતો ખરાબ બનાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવવામાં આવતી ઘડિયાળ ને કઈ દિશામાં લગાવવી યોગ્ય છે તે જાણીશું.

             વસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ દક્ષીણ દિશામાં ન હોવી જોઈએ. દક્ષીણ દિશામાં લાગેલી ઘડિયાળ તમારા પ્રગતિ ના દરવાજા બંધ કરી શકે છે તેમજ ઘરમાં રહેલા સવથી મોટા વ્યક્તિ નું સ્વાસ્થ્ય ખરાબ પણ થઇ શકે છે.

              ઘરમાં રહેલી ઘડિયાળ ને દરવાજા ઉપર ના લગાવવી જોઈએ કારણકે અંદર બહાર આવવા જવાના કારણે નકારાત્મક ઉર્જા ની અસર સીધીજ સમય ઉપર પડતી હોય છે જે તમારી પ્રગતિને રોકી શકે છે.

                 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉતર-પૂર્વ દિશાને વૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તો તમે તમારી ઘડિયાળ ને ઉતર-પૂર્વ દિશામાં લગાવી શકો છો.

                 ઘરમાં રહેલી બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે એટલા માટે બંધ રહેલી ઘડિયાળ ને ક્યારેય ઘરમાં ના રાખવી જોઈએ. આવી ઘડિયાળ વ્યક્તિની પ્રગતિમાં ઉણપ સર્જાવી શકે છે.

ઘરમાં નારંગી રંગ અને લીલા રંગ ની ઘડિયાળ નો પ્રયોગ ના કરવો જોઈએ.

              ઘરના મુખ્ય રૂમમાં ચોરસ અને બેડરૂમ માં ગોળ ઘડિયાળ લગાવવી જોઈએ જે ઘરમાં શાંતિ અને પ્રેમ બનાવી રાખે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મધુર સંગીત વાળી ઘડિયાળ પણ રાખી શકો છો.

0 કેમેન્ટ અહી કરો: