ડુંગળી ભોજન ના સ્વાદ ને વધુ સારો બનાવે છે. ઘણા ઓછા લોકો હશે કે જેને ડુંગળી ખાવું પસંદ ના હોય શકે. પરંતુ ઘણા ઓછા લોકોને એ જાણકારી હશે ક...

જો તમે પણ ડુંગળી ખાવ છો તો જરૂર થી વાંચો એકવાર


ડુંગળી ભોજન ના સ્વાદ ને વધુ સારો બનાવે છે. ઘણા ઓછા લોકો હશે કે જેને ડુંગળી ખાવું પસંદ ના હોય શકે. પરંતુ ઘણા ઓછા લોકોને એ જાણકારી હશે કે ડુંગળી નાં ખાતા લોકો કરતા ડુંગળી ખાતા લોકો ની સેહત વધુ સારી હશે. તે લોકો ડુંગળી ન ખાતા લોકોની તુલનામાં વધુ સ્વાસ્થ્ય હશે. ડુંગળી માં ઔષધી ગુણ હોવાના કારણે તે ઘણા પ્રકાર ની બીમારીઓ માંથી રાહત આપે છે. આજે આપણે વાત કરીશું કે ડુંગળી ખાવાથી શું ફાયદાઓ થઇ શકે છે.

1 ડુંગળી માં રહેલા રેસા પેટ ને લગતી ઘણી બીમારીઓ માંથી રાહત આપે છે. રોજે એક કાચી ડુંગળી ખાવાથી કબજિયાત, ગેસ અને એસીડીટી જેવી સમસ્યા માંથી રાહત મળે છે અને પાચનતંત્ર સરખી રીતે કામ કરે છે.

2 આમાં મિથાઈલ સલ્ફાઈડ અને અમીનો એસીડ હોવાના કારણે કાચી ડુંગળી બ્લડ પ્રેશર કંટ્રોલ માં રહે છે. રોજે 1 કાચી ડુંગળી ખાવાથી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.

3 ડુંગળી ખાવાથી ઈમ્યુંનીટી પાવર વધે છે. લીલી ડુંગળી ચહેરાની કરચલીને દુર કરે છે. આંખ ની રોશની માટે ફાયદાકારક છે. ડુંગળીમાં એન્ટી-ઇન્ફ્લામેટરી અને એન્ટી-હીસ્ટામાઈન ગુણ પણ હોય છે. એટલા માટે તે ગઠીયા અને આસ્થમાં ના રોગ માટે ફાયદાકારક હોય છે.

4 ડાયાબીટીસ ના ;લોકો માટે ડુંગળી ખુબ ફાયદાકારક હોય છે. ડુંગળી માં ક્રોમિયમ હોય છે જે લોહીમાં શુગર નું પ્રમાણ નિયત્રણ રાખે છે. ડુંગળી માં સલ્ફર એન્ટી ઇન્ફ્લામેશન ગુણ હોય છે જે શરીર માં સલ્ફર ઇસુલીન ને વધારીને લોહીમાં શુગર ને ઓછું કરે છે.

2 comments: