સંતરા ખુબજ સ્વાદિષ્ટ અને ખુબજ લાભકારક ફળ છે જેમાં વધુ માત્ર માં પોષક તત્વો જેવા વિટામીન સી, ડી, કેલ્શિયમ, ફાયબર, પેટેન્શ...

ઠંડી ની સીજન માં સંતરા ખાવાથી થઇ શકે છે આ જબરદસ્ત 5 ફાયદા
           સંતરા ખુબજ સ્વાદિષ્ટ અને ખુબજ લાભકારક ફળ છે જેમાં વધુ માત્ર માં પોષક તત્વો જેવા વિટામીન સી, ડી, કેલ્શિયમ, ફાયબર, પેટેન્શીયમ જેવા મળી રહે છે. સંતરામાં વિટામીન સી ભરપુર માત્ર માં મળે છે જે આપણા શરીર માં રહેલી ઈમ્યુનીટી સીસ્ટમ ને સ્ટ્રોંગ કરે છે. જેનાથી આપણા શરીર માં વિભિન્ન પ્રકાર ના રોગ સામે લડવાની તાકત આપે છે. સંતરા નો ઉપયોગ બ્યુટી ટીપ્સ માટે પણ કરવામાં આવે છે. તો આજે આપને જાણીશું તેનાથી થતા થોડા લાભો વિષે.

1 જે લોકોને હાઈબ્લડપ્રેસર ની સમસ્યા રહે છે તેને સંતરા નું સેવન કરવું જોઈએ. આમાં પોટેન્શીયમ અને મેગ્નેશિયમ મળી રહે છે જે બ્લડ પ્રેસર ને નીયંત્રનણ માં રાખે છે.

2 આ ફળ માં મળતા ફાયબર, પોટેન્શીયમ વિટામીન સી અને કોલાઇન આપણા હૃદય ને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. જે લોકોને હૃદય લગતી બીમારી છે તે આ ફળ નું સેવન કરી શકે છે.

3 વધતી ઉમર ની સાથે લોકોને કબજિયાત જેવી બીમારીઓ થતી રહે છે અને આ પ્રકાર ની બીમારી થી બચવા માટે લોકોને ઘણી દવાઓ લેવી પડે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે આ સમસ્યા માટે સંતરા ખાઈને પણ છુટકારો મેળવી શકાય છે. ખરેખર આમાં રહેલ ફાયબર કબજિયાત અને પેટ સાફ કરવામાં મદદ કરે છે.

4 સંતરા માં ઘણા પ્રકાર ના પોષક તત્વો હોય છે જેમાં વિટામીન સી પ્રયાપ્ત માત્ર માં હોય છે. જે સૂર્ય ના તાપ તેમજ તેના વિકિરણ ના કારણે થતી ત્વચાના નુકશાનને ઠીક કરે છે. વિટામીન સી ત્વચા થતી કરચલી ને તેમજ ત્વચા નું સંપૂર્ણ સ્વાસ્થ્ય જાળવવા મદદ કરે છે.

5 નાના બાળકો માટે સંતરા નો રસ અમૃત સમાન છે. તેને સ્વસ્થ બનાવવા માટે દૂધ માં ચોથો ભાગ મીઠા સંતરાનો રસ નાખીને પીવડાવવા થી સારું એવું કામ કરે છે.

0 કેમેન્ટ અહી કરો: