જો તમને પણ ગાડી નો શોખ હોય અને તમારી પાસે ખુબ સંપતિ હોય તો તમે એકવાર માં કેટલી રોલ્સ રોય ખરીદવાનું પસંદ કરશો? લગભગ એક અથવાતો 2 અથવાતો...

રૂબેન સિંહ એ ખરીદી એક સાથે 6 રોલ્સ રોય જાણો આ વ્યક્તિ વિષે


જો તમને પણ ગાડી નો શોખ હોય અને તમારી પાસે ખુબ સંપતિ હોય તો તમે એકવાર માં કેટલી રોલ્સ રોય ખરીદવાનું પસંદ કરશો? લગભગ એક અથવાતો 2 અથવાતો 3. પરંતુ આંતરપ્રીનીયોર રૂબેન સિંહ એ એક નહિ 2 નહિ પરંતુ 6 રોલ્સ રોય એક સાથે ખરીદી છે.

ભારતીય મૂળ ના રૂબેન સિંહ ને બ્રિટેન ના બીલ ગેટ્સ કહેવામાં આવે છે. તેણે એકજવારમાં 6 રોલ્સ રોય ખરીદી છે. જેની કીમત 50 કરોડ રૂપિયા છે. સિંહ એ આ 6 નવી લકજરી કાર ના કલેક્શન ને Jewels Collection નામ આપ્યું છે. આને મેળવીને સિંહ પાસે કુલ 20 રોલ્સ રોય ગાડી થઇ ચુકી છે.

રૂબેન સિંહ ની લેટેસ્ટ રોલ્સ રોય કલેક્શન માં ત્રણ ફેટમ લકજરી કાર અને ત્રણ કલીનન લકજરી એસયુવી શામિલ છે. મીડિયાના અનુસાર પોતાના પાક્કા ગ્રાહક નું સન્માન કરવા માટે આ 6 રોલ્સ રોય ની ડીલીવરી કરવા માટે કંપની ના સીઈઓ ટોર્સટન મુલર ઓટવોસ ખુદ પહોચ્યા હતા.


ઓલડેપા ના સીઈઓ રૂબેન પાછલા વર્ષે ઈન્ટરનેટ ની સુર્ખીયો માં છવાઈ ગયા હતા જયારે તેણે અઠવાડિયાના 7 દિવસ માં અલગ અલગ રંગ ની પાઘડી પહેરી હતી અને પધાડી ના રંગ ની રોલ્સ રોય માં સવારી કરી હતી.

તેના રસુખ નો અંદાજો એ વાત થી પણ લગાવામાં આવે છે કે ટોની બ્લેયર ની સરકાર એ તેને ગવર્મેન્ટ એડવાયજરી કાઉન્સિલ ના સદસ્ય પણ બનાવ્યા હતા.

0 કેમેન્ટ અહી કરો: