પુલવામા આતંકી હમલામાં શહીદ થનાર 40 સીઆરપીએફ ના જવાનો માંથી 5 રાજસ્થાનના છે. તેમાંથીજ એક છે ધોલપુર સ્થિત જેતપુર ના વીર સપુ...

શહીદ ભાગીરથ સિંહ ના પરિવાર ની રગો માં વહે છે દેશભક્તિ            પુલવામા આતંકી હમલામાં શહીદ થનાર 40 સીઆરપીએફ ના જવાનો માંથી 5 રાજસ્થાનના છે. તેમાંથીજ એક છે ધોલપુર સ્થિત જેતપુર ના વીર સપુત ભાગીરથ સિંહ. શહીદ થયાના 2 દિવસ પહેલાજ તેણે ફોન પર તેના પિતા પરસરામ સાથે વાત કરતી વખતે એ કહ્યું હતું કે તે જલ્દીથી ઘરે આવાના છે. તેના ત્રણ દિવસ પછી ઘરે પાછા ફર્યા પરંતુ તિરંગા ની સાથે લીપટાઈ ને.


         ભાગીરથ ના પુરા પરિવાર માં દેશભક્તિ લોહી બનીને રાગો માં દોડે છે. ભાગીરથ જ્યાં સીઆરપીએફ ની 45મી બટાલીયન માં છ વર્ષ થી નોકરી કરી રહ્યા હતા અને તેનો નાનો ભાઈ યુપી પોલીસ માં છે. તે પણ તેના મોટા ભાઈ જેમજ સીમા ઉપર જઈને દેશ ની સેવા કરવા માંગતો હતો પરંતુ એવું ના થઇ શક્યું. એટલા માટે તેણે વર્દી પહેરવા માટે તેણે પોલીસ ની નોકરી કરી.


         ભાગીરથ સિંહ ની ચાર વર્ષ પહેલા ઉતર પ્રદેશ ના પીનાહટ બ્લોક ના ગામ મલ્લાપુર માં લગ્ન થયા હતા. તેની પત્ની નું નામ રંજના દેવી છે. ભાગીરથ સિંહ ના 2 બાળકો પણ છે. તેનો ત્રણ વર્ષ નો છોકરો વિનય છે અને દોઢ વર્ષ ની એક પુત્રી શિવાંગી છે. તેના શાહદાત પછી આખો પરિવાર સદમામાં છે.


           શીનીવાર એ ધોલપુર ના શહીદ ભાગીરથ સિંહ નો પાર્થિવ શરીર તેના ઘરે પહોચ્યું. તે દરમિયાન અંતિમ દર્શન અને અંતિમ યાત્રા માં જનસેલબ ઉમટી પડ્યા. તે દરમિયાન લોકોએ જોર જોર થી તેમના માટે નારા લગાવ્યા. લોકોએ ભારતમાતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદ ના પણ નારા લગાવ્યા. ત્યાં રહેલી બધીજ ભીડ આંસુઓ માં ડૂબી ગઈ. જયારે તેના ત્રણ વર્ષ ના પુત્ર વિનયે તેને મુખાગ્ની આપી.

         શહીદ ભાગીરથ સિંહ 17 જાન્યુઆરી થી રજા ઉપર હતા. 10 ફેબ્રુઆરી એ તે પોતાની રજા પૂર્ણ કરીને ઘરેથી નીકળ્યા હતા અને 11 ફેબ્રુઆરી એ તેણે પોતાની ડ્યુટી જોઈન કરી. ઘરેથી નીકળતા પહેલા તેમના પરિવાર અને તેમના પિતાને એ પ્રોમિસ કર્યું હતું કે જલ્દી ઘરે પાછો આવશે. ભાગીરથ જયારે 4 વર્ષ ના હતા ત્યારથીજ તેમના માથા ઉપરથી માં ની છાયા હટી ગયી હતી.

0 કેમેન્ટ અહી કરો: