ભગવાન શિવ શક્તિ પુંજ ના રૂપ માં યુગો થી સંસારમાં વિદ્યમાન છે. તે નિરાકાર છે અને જન્મ અને મૃત્યુ ના બંધનો માંથી મુક્ત છે....

ભગવાન શિવ એ ચંદ્ર ને કર્યો પોતાના મસ્તક ઉપર ધારણ જાણો પૂરી કહાની             ભગવાન શિવ શક્તિ પુંજ ના રૂપ માં યુગો થી સંસારમાં વિદ્યમાન છે. તે નિરાકાર છે અને જન્મ અને મૃત્યુ ના બંધનો માંથી મુક્ત છે. શિવ નું રોદ્ર રૂપ અને સોમ્ય રૂપ બંને રૂપો ની કરડ કથામાં પ્રાચીન ગ્રંથો માં વર્ણન છે. બધાજ લોકો જાણે છે કે જો ક્રોધ માં શંકર સૃષ્ટી ના સહારક બની જાય છે તો શાંત સ્વરૂપ માં સંસાર ની રક્ષા માટે પોતેજ કષ્ટ ને સહન કરવા માટે તૈયાર થઇ જાય છે. એવીજ એક કહાની છે જયારે શિવ સંકટમોચન બનીને પોતેજ કષ્ટ માં આવી ગયા અને ચંદ્રમાં ને પોતાની જટામાં વિરાજિત કરીને તેમનું કષ્ટ દુર કર્યું હતું.

           શિવપુરાણ માં વર્ણન કરેલી પોરાણિક કથા અનુસાર જયારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને તેમાંથી વિશ નીકળ્યું ત્યારે આખી સૃષ્ટિ ની રક્ષા માટે પોતે ભગવાન શિવ એ ગ્રહણ કરીને પાન કરી લીધું હતું. આ વિશ ને પીધા પછી તેના અસર થી ભગવાન શિવ નું શરીર ખુબજ ગરમ થવા લાગ્યું. એ જોઇને ચંદ્રમાં એ વીત્રમ સ્વર માં પ્રાથના કરી કે ભગવાન શિવ તેને તેમના માથા ઉપર ગ્રહણ કરે એટલે વિશ નો પ્રભાવ ઓછો થાય અને તેને શીતળતા નો અનુભવ થાય. 

         પહેલા શિવજીએ આ ચંદ્રમાનો આગ્રહ સ્વીકાર કર્યો ન હતો કેમ કે તેમને લાગ્યું કે સ્વેત અને શીતલ હોવાના કારણે ચંદ્રમાં આ વિષ ની અસહ્ય તીવ્રતા ને સહન નહિ કરી શકે. જયારે ચંદ્રમાં સહીત અન્ય દેવતાગણો તેમના વારંવાર નિવેદન કર્યું તો શિવજી એ તેને સ્વીકાર કર્યું અને ચંદ્રમાં ને તેમના મસ્તક ઉપર ધારણ કરી લીધું. ત્યારથી ચંદ્રમાં ભગવાન શિવ ને મસ્તક ઉપર બિરાજમાન થઈને પૂરી સૃષ્ટી ને પોતાની શીતળતા પ્રદાન કરે છે. માનવામાં આવે છે કે તે વિષ ની તીવ્રતા ના કારણે ચંદ્ર નાં શ્વેત રંગ માં નીલિમા ગરડ છે, જેના કારણે પૂનમ ની રાત્રે ચંદ્ર નો રંગ થોડો થોડો લીલો પ્રતીત પણ થાય છે.

0 કેમેન્ટ અહી કરો: