દરેક વ્યક્તિ ને એવી ઈચ્છા હોય છે કે તેના ઘરમાં સુખ શાંતિ બની રહે અને બધાજ દેવી દેવતાઓ નો ઘરમાં વાસ રહે. તેના માટે લોકો ...

શ્રીકૃષ્ણ એ યુધિષ્ઠિર ને કહ્યું હતું કે આ 5 વસ્તુ ઘરે રાખવાનું
            દરેક વ્યક્તિ ને એવી ઈચ્છા હોય છે કે તેના ઘરમાં સુખ શાંતિ બની રહે અને બધાજ દેવી દેવતાઓ નો ઘરમાં વાસ રહે. તેના માટે લોકો પોતાના ઘરમાં પૂજા પાઠ તેમજ દાન પુણ્ય પણ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે મહાભારત ના એક પ્રસંગ માં શ્રીકૃષ્ણ એ યુધિષ્ઠિર ને થોડી પવિત્ર વસ્તુઓ વિષે કહ્યું હતું જેને ઘરમાં રાખવાથી દેવી દેવતાઓ ની કૃપા મળી રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નું આગમન થાય છે. તો ચાલો જાણીએ આ પવિત્ર વસ્તુઓ વિષે.

ચંદન

        ચંદન ખુબજ પવિત્ર માનવામાં આવે છે. તેના સુગંધ થી વાતાવરણ ની નકારાત્મક ઉર્જા નાશ થઇ જાય છે. બધાજ દેવી દેવતાઓ ની પૂજામાં ચંદનનું ખુબજ મહત્વ છે. ચંદન નું તિલક પણ કરવામાં આવે છે. તેના તિલક થી મનને પણ શાંતિ મળે છે. ચંદન ઘરમાં હમેશા રાખવું જોઈએ કેમ કે દરરોજ દેવી દેવતાઓ ની પૂજા સમયે ચંદન અર્પણ કરવું જોઈએ.

વીણા

      વુધ્ધિ અને શિક્ષા ની દેવી સરસ્વતી નું પ્રિય વાદ્ય યંત્ર વીણા છે. વીણા ઘરમાં રાખવાથી સરસ્વતી ની કૃપાથી ઘરમાં બધાજ સદસ્યોની બુદ્ધિ માં વિકાસ થાઈ છે. મુસ્કેલ પરિસ્થિતિ માં ધેર્ય રાખવાની પ્રેરણા મળતી રહે છે.

ઘી

         ઘરમાં ઘી હમેશા માટે રાખવું જોઈએ અને નિયમિત રૂપ થી તેનું સેવન પણ કરવું જોઈએ. ઘી થી શક્તિ મળે છે તેમજ શરીર સ્વસ્થ રહે છે. ઘરમાં રોજે ઘીનો દીવો પણ કરવો જોઈએ. પૂજામાં ઘીનું મહત્વ પણ છે. તેટલા માટે ઘીને ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘીનું સેવન કરતા પહેલા ચિકિત્સકની સલાહ લેવી ખુબજ જરૂરી છે.

મધ

           વાસ્તુ ની માન્યતા છે કે ઘરમાં મધ ને રાખવાથી વાસ્તુના ઘણા દોષ નાશ થઇ જાય છે. જે ઘરમાં રોજે પૂજા થતી હોય છે તે ઘરમાં હમેશા હોય છે.

પાણી

           ઘરમાં હમેશા સાફ પાણી ભરેલું રાખવું જોઈએ. જયારે પણ ઘરમાં મહેમાન આવે છે ત્યારે તે જળ તેમને આપવું જોઈએ. જેનાથી કુંડળી માં રહેલા ઘણા દોષ દુર થાય છે.

0 કેમેન્ટ અહી કરો: