હિંદુ ધર્મની માન્યતા અનુસાર તુલસીને ખુબજ પવિત્ર છોડ માનવામાં આવે છે તેની સાથેજ તુલસીનો છોડ બધાજ ઘરમાં હોય છે. ઘરમાં તુલસી ના છોડ ની પ...

તુલસી ના પાંદડા ને તોડતા પહેલા જાણીલો આ વાતહિંદુ ધર્મની માન્યતા અનુસાર તુલસીને ખુબજ પવિત્ર છોડ માનવામાં આવે છે તેની સાથેજ તુલસીનો છોડ બધાજ ઘરમાં હોય છે. ઘરમાં તુલસી ના છોડ ની પૂજા પણ કરવામાં આવે છે. વિશેષ રૂપ થી જ્યાં વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે ત્યાં તુલસીની પૂજા પણ કરવામાં આવે છે. આ છોડ ફક્ત પૂજા માટેજ નહિ પરંતુ તેનો ઉપયોગ એન્ટીબાયોટીક માટે પણ વપરાય છે. માનવામાં આવે છે કે જે લોકો રોજે તુલસી નું સેવન કરે છે તેમનું સ્વાસ્થ્ય પણ ખુબજ સારું રહે છે.

ધર્મ ગ્રંથો માં કહેવામાં આવ્યું છે કે ભગવાનના ભોગ માં તુલસી નું પાન હોવું ખુબજ જરૂરી હોય છે. વિષ્ણુજી ને તુલસીના પાંદડા વગર ભોગ ;લગાડવામાં નથી આવતો અને બીજી બાજુ તુલસી ના પાંદડા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. પરંતુ શાસ્ત્રો અનુસાર વગર મંત્ર બોલ્યે તુલસી નાં પાન તોડવાથી અશુભ ફળ ની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવે છે કે તુલસી પર મંત્ર બોલ્યા વગર જળ અર્પણ ના કરવું જોઈએ અને મંત્ર બોલ્યા વગર પડદા પણ ના તોડવા જોઈએ. શાસ્ત્રો માં પણ તુલસી ના પડદા તોડવા સમયે અને જળ અર્પણ કરવા સમયે ના મંત્રો બનાવવામાં આવ્યા છે જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-સંપતિ તેમજ તુલસીમાં નો આશીર્વાદ હમેશા રહે છે.

તુલસી ના પાંદડા તોડતા પહેલા આ મંત્રો બોલો
ઓમ માતસ્તુલસિ ગોવિન્દ હદયનન્દ કારિણી,
નારાયણસ્ય પુજાર્થ ચીનોમી ત્વાં નમોસ્તુતે ||
તુલસી પર જળ અર્પણ કરવા સમયે આ મંત્ર બોલો
મહાપ્રસાદ જજની, સર્વ સોભાગ્યવર્ધીની,
આધી વ્યાધી હરા નિત્યં, તુલસી ત્વં નમોસ્તુતે ||

0 કેમેન્ટ અહી કરો: