નોર્વેનાં યુવકે અમદાવાદનાં રસ્તા પરનાં ફૂટપાથ પર બેસતા વાળંદની પ્રામાણિકતા અને લગનને જોઇને તેનાથી ખુશ થઇને બક્ષીસમાં 30 હ...

અમદાવાદ ના વાળંદ ને એક યુટ્યુબર એ આપી પોતાની મહિના ની કમાણી


             નોર્વેનાં યુવકે અમદાવાદનાં રસ્તા પરનાં ફૂટપાથ પર બેસતા વાળંદની પ્રામાણિકતા અને લગનને જોઇને તેનાથી ખુશ થઇને બક્ષીસમાં 30 હજાર રૂપિયા આપ્યાં. નોર્વેનો આ યુવક યુટ્યુબર harald baldr છે. નોર્વેનો યુવકે વાળંદને પોતાની રસ્તા પર ચાલતી દુકાન માટે નવા ઓજાર લાવવા માટે રુપિયા આપ્યાં.

                   આ વાળંદ પોતાનો ધંધો સીજી રોડથી આંબાવાડી તરફ જવાના ફૂટપાથ ઉપર કરે છે. આ વાળંદે દિવસની શરૂવાત જ કરી હતી. તે જ્યાં ધંધો શરૂ કરવાનો હતો ત્યાં સાફસફાઇ કરી રહ્યો હતો. ત્યાં જ આ યુટ્યુબર ત્યાં આવી ગયો હતો. આ યુટ્યુબરે પોતાનાં વીડિયોમાં કહ્યું છે કે હું પહેલા અહીં આવીને થોડી વાત કરી ગયો હતો. મને તેની સાથે સારૂં લાગ્યું એટલે હું ફરીથી અહીં આવ્યો છું.

                 યુટ્યુબર પોતાનાં વીડિયોમાં કહે છે કે તે બીજા પાસેથી પણ 20 રૂપિયા લે છે અને મારી પાસેથી પણ 20 રૂપિયા લીધા. તે ધારત તો 20 જગ્યાએ 100 રૂપિયા લીધા હોત પરંતુ તેની પ્રામાણિકતા હું ઇમ્પ્રેસ થયો છું. હું આ જ વ્યક્તિને ઇનામ આપીશ. આ યુટ્યુબર થોડા થોડા સમયે પોતાનાં અલગ અલગ જગ્યાનાં વીડિયો યુટ્યુબ ચેનલ પર મુકતો હતો. તે સારૂ કમાવવા લાગ્યો હતો અને તેથી તેણે વિચાર કર્યો હતો કે જાન્યુઆરી મહિનામાં તે જે કંઇ પણ વીડિયો દ્રારા કમાશે તે કોઇ સારા ઉમેદવારને દાન આપશે. જ્યારે તેને આ વાળંદને જોયો અને તેની પાસે વાળ કપાવીને ખુશ થઇને તેને બક્ષિસ આપી છે.

0 કેમેન્ટ અહી કરો: