યુપી ના કાનપુર ના એક ખેડૂત ના ખેતર માં એ ભારે ભરખમ બટેકુ નીકળ્યું તો આસપાસ ના લોકો જોવા માટે ઉમટી પડ્યા. આ બટાકા ને જોવા માટે લોકોની ...

કાનપુર ના આ વ્યક્તિના ખેતર માં નીકળ્યું આવડું બટેકુ દુર દુર થી લોકો આવ્યા જોવાયુપી ના કાનપુર ના એક ખેડૂત ના ખેતર માં એ ભારે ભરખમ બટેકુ નીકળ્યું તો આસપાસ ના લોકો જોવા માટે ઉમટી પડ્યા. આ બટાકા ને જોવા માટે લોકોની ભીડ જમા થઇ ગઈ.

બીલ્હોર ક્ષેત્રના નસીરાપુર ગામ ના નિવાસી લાલુ કટીયાર બટાકા નો ખેડૂત છે. વસંત પંચમી ના દિવસે તેણે પોતાના ખેતર માં બટાકા માટેનું ખોદકામ શરુ કર્યું હતું. સોમવારે બટાકા માટે ના ખોદકામ દરમીયાન ખેતર માં એક ભારે બટાકું નીકળતાની સાથેજ આસપાસ ના ખેડૂતો તેમજ કામ કરતા લોકોના ટોળા ઉમટી પડ્યા.

લાલુ એ કહ્યું કે તેણે પુખરાજ પ્રજાતિ ના બટાકા નું વાવેતર કર્યું હતું, ખોદકામ દરમીયા ખેતર માં એક જગ્યાએ ખુબ મોટા બટાકા નીકળ્યા. જેમાંથી એક બટાકાનો વજન એક કિલો સાત સો ગ્રામ કરતા પણ વધુ હતો.

સામાન્ય રીતે એક બટાકા નો વજન 100 થી 200 ગ્રામ હોય છે પરંતુ એક કિલો સાત સો ગ્રામ વજન નું બટાકું નીકળતાની સાથે આસપાસ ના ખેડૂતો આશ્ચર્યમાં પડી ગયા હતા.

0 કેમેન્ટ અહી કરો: