દુનિયામાં ચંબલ એક એવી જગ્યા છે જ્યાં દુનિયાના સવથી ખતરનાક ડાકુઓ એ જન્મ લીધો હતો અને પોતાનું રાજ ચલાવ્યું હતું. આજે પણ લોકો ચંબલ માં જ...

આ ખુંખાર ડાકુ થી થરથર કાપતું હતું ચંબલ, આજે જીવે છે આવી જીંદગીદુનિયામાં ચંબલ એક એવી જગ્યા છે જ્યાં દુનિયાના સવથી ખતરનાક ડાકુઓ એ જન્મ લીધો હતો અને પોતાનું રાજ ચલાવ્યું હતું. આજે પણ લોકો ચંબલ માં જાય છે તો તેને ડર લાગે છે કે કોઈ ડાકુ તેમના પર હુમલો ના કરી દેઈ. ચંબલ માં એક એવો સમય હતો જયારે ત્યાં ડાકુઓ નો ડર રહેતો હતો.

જયારે જયારે ચંબલ નું નામ આવે છે ત્યારે ત્યાં ડરાવાની ડાકુઓ નો ચહેરો સામે આવી જાય છે. આજે આપને ચંબલ ના એ બાગી ના વિષે કહી રહ્યા છીએ જેને ચંબલ પર થોડા વર્ષો નહિ પરંતુ ઘણા દશોકો સુધી પોતાનું રાજ ચલાવ્યું હતું. મલખાન સિંહ એ પોલીસ અને સરકાર ને પોતાની તાકાત ના દમ ઉપર જુકાવ્ય હતા. મલખાન ની બહાદુરી અને વીરતા ના કારણે તેમને ચંબલ નો શેર કહેવામાં આવતો હતો. મલખાન સિંહ એ ચંબલ માં એટલો ખોફ ફેલાવ્યો હતો કે તેમના ઉપર હત્યા અને લુટ ના હજારો કેસ ફાઈલ થયા હતા. મલખાન સિંહ પહેલા સીસ્ટમ ના ચાલતા ડાકુ બન્યા અને આજે વર્તમાન માં એક સાદી રીતે પોતાની જીંદગી જીવી રહ્યા છે. અહી આપણે જાણીશું મલખાન સિંહ એ હથિયાર શા માટે ઉપડ્યા હતા.

મલખાન સિંહ નો જન્મ એક જમીનદાર પરિવાર માં થયો હતો તેને ના તો ખોટું કરવું પસંદ હતું ના તો ખોટું જોવું પસંદ હતું. એકવાર જયારે ગામ ના સરપંચ એ મંદિર ની જમીન લઇ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે સરપંચ એ તેને ખોટા આરોપ ના કારણે જેલ માં નાખવી દીધો. તેના ચાલતા મલખાન ના દોસ્ત ની હત્યા પણ કરાવી દીધી. કહેવામાં આવે છે કે સરપંચ ની એક તત્કાલ મંત્રી સાથે ઓળખાણ હતી જેના લીધે તેને મલખાન સિંહ ઉપર ખોટા કેસ ફાઈલ કરાવી દીધા. 1970 માં મલખાન એ પણ પંચ ની ચુંટણી જીતી. મલખાન સિંહ જયારે જેલ માંથી છૂટી ને આવ્યા ત્યારે તેને પણ નક્કી કરી લીધું કે મંદિર ની જમીન કોઈ ખોટા હાથ માં નહિ જવા દવ. એક રાત્રે જયારે મલખાન પોતાના ઘરમાં સુઈ રહ્યા હતા ત્યારે સરપંચ ના લોકોએ તેમના પર હુમલો કરી લીધો અને તેમના વિરોધમાં તેને ખુદ એ બાગી બનીને હથિયાર ઉપાડ્યા.

મલખાન સિંહ એ જયારે ગિરોહ બનાવ્યું ત્યારે તેમાં લગભગ તેમના મિત્રો, સબંધી મળીને 18-20 લોકો હતા. મલખાન સિંહ ના ગિરોહ પર 185 થી વધુ હત્યા નો આરોપ દર્જ થયા હતા.  70 ના દશક માં ચંબલ ની ઘાટી ના ગામ માં ખોફ નું નામ બની ચૂકેલ મલખાન સિંહ ને પકડવો પોલીસ માટે મુશ્કેલી ભર્યું હતું. મલખાન સિંહ લગભગ 1980 સુધી ચંબલ ઘાટી ઉપર રાજ કર્યું. મલખાન સિંહ માટે એ કહેવામાં આવે છે કે તે જ્યા થી નીકળતા હતા ત્યાં શાંત વાતાવરણ થઇ જતું હતું. 6 ફૂટ લાંબા અને ચહેરાથી બહાર નીકળતી મુછ મલખાન સિંહ ને પોતાના સમય માં દમદાર બાગી બનાવતી હતી.

1980 આસપાસ મલખાન સિંહ અને તેમના ગિરોહ મધ્ય પ્રદેશ ના તત્કાલીન મુખ્યમંત્રી અર્જુન સિંહ ના સમક્ષ સરેન્ડર કર્યું. સરેન્ડર પછી મલખાન સિંહ ને ભૂદાન આંદોલન ના દ્વારા જમીન પણ આપવામાં આવી. મલખાન સિંહ એ જેલ ની બહાર આવ્યા પછી પંચાયત ની ચુંટણી પણ લડી અને તેમાં જીત પણ મેળવી. મલખાન સિંહ 2014 ના લોકસભા ચુંટણી માં બીજેપી નરેદ્રમોદી ના પક્ષ માં પ્રચાર પણ કર્યો. મલખાન સિંહ પ્રચાર દરમીયા એ પણ કહ્યું કે કોંગ્રેસ ના સમય માં તેને મજબુરીથી બાગી બનવું પડ્યું હતું.

સરેન્ડર પછી મલખાન સિંહ ની છવી લોકો સામે સેલીબ્રીટી જેવી થઇ ગઈ. મલખાન સિંહ નોટબાંધી દરમીયા ઓક્ટોબર 2016 માં નોટ બદલાવવા માટે ગ્વાલિયર સ્થિત SBI શાખા પર લાઈન માં ઉભા નજર આવ્યા હતા. મલખાન સિંહ ત્યારે પોતાના ખંભા ઉપર બંધુક ટાંગેલી નજરે આવ્યા હતા.નોટબદલાવવા સમયે તે શાંતિ પૂર્ણ રીતે નોટબદલાવી રહ્યા હતા. આ એક મલખાન સિંહ હતા જે 1970-80 ના દશક ના ફક્ત મધ્ય પ્રદેશ નહિ પરંતુ રાજસ્થાન અને યુપી ની પોલીસ પણ તેમની સાથે લડવા માટે ડરતી હતી.

વર્તમાન ના સમય માં મલખાન સિંહ હથિયાર ને છોડીને અધ્યાત્મિક ના રસ્તા ઉપર ચાલી રહ્યા છે. જયારે મલખાન સિંગ ને કોઈ ડાકુ કહે છે તો તેમને ગુસ્સો આવી જાય છે તે એમ કહે છે કે તેમણે અન્યાય ની સામે બગાવત કરી હતી એટલા માટે તે બાગી છે ડાકુ નહિ.

0 કેમેન્ટ અહી કરો: