દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેમની પાસે સારી એવી કાર હોય પરંતુ જોવા જઈએ તો લગભગ ૩૦ વર્ષની ઉંમર પછી લોકોની પાસે ગાડી ખરીદવાના પૈસા હ...

12 વર્ષની છોકરી એ તેમના માટે ખરીદી બી.એમ.ડબલ્યુ કાર જાણો કઈ રીતે થયો આ કમાલ


દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેમની પાસે સારી એવી કાર હોય પરંતુ જોવા જઈએ તો લગભગ ૩૦ વર્ષની ઉંમર પછી લોકોની પાસે ગાડી ખરીદવાના પૈસા હોય છે. પરંતુ એક છોકરી એવી છે જેણે 12 વર્ષની ઉંમરમાં પોતાના માટે કાર ખરીદી અને તે પણ કોઇ જેવી તેવી કાર નહીં પરંતુ બી.એમ.ડબલ્યુ. તમે વિચારી રહ્યા હશો કે આ છોકરી એ આવું કર્યું કઈ રીતે તો ચાલો જાણીએ. થાઈલેન્ડની ચેટાબૂરીની રહેવાવાળી નેતહનાન એ પોતાના બારમાં જન્મદિવસ ઉપર ખુદને બી.એમ.ડબલ્યુ કાર ગિફ્ટ કરી છે. તે એક પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છે. પોતાના બારમાં જન્મદિવસ ઉપર તેણે એક ફેસબુક પોસ્ટ કરી જેમાં તેણે લખ્યું હતું કે મને જન્મદિવસ મુબારક. હું આજ બાર વર્ષની થઈ ગઈ છું. હું તમારા પ્રેમ અને સપોર્ટ ની ખૂબ જ આભારી છું. શુભકામનાઓ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મારા તરફથી પણ બધાને શુભકામના. તે એક લન્ડન ફેશનવીકમાં 2018માં ભાગ લઈ ચૂકી છે. તે અહીં ભાગ લેવા વાળી સૌથી નાની ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ હતી. સોશિયલ મીડિયા ઉપર લોકો આ પોસ્ટ ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કોઈ નું કહેવું છે કે તે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર ખરીદી નથી શકતા. નેટ હનાન ઘણા પ્રકારના મેકઅપ કરે છે જેમાં ઇન્ડિયન બ્રાઈડલ મેકઅપ પણ શામેલ છે. નેટહનાન એ આ કાર પોતાની કમાણીમાંથી ખરીદેલા છે.

0 કેમેન્ટ અહી કરો: