સપનાને સાકાર કરવું તે બધાનું સપનું હોય છે. બસ તેને પૂરા કરવા માટે નો જુસ્સો ફક્ત ઓછા લોકો પાસે હોય છે. આ ઓછા લોકોમાં જ હવે ૨૨ વર્ષનો એ...

જે ડ્રાઇવર ક્યારેક આઇઆઇએમ અમદાવાદમાં પોતાના બોસને લઈને જતો હતો,આજે તેમનો દીકરો ત્યાં ભણવા માટે જાય છે...


સપનાને સાકાર કરવું તે બધાનું સપનું હોય છે. બસ તેને પૂરા કરવા માટે નો જુસ્સો ફક્ત ઓછા લોકો પાસે હોય છે. આ ઓછા લોકોમાં જ હવે ૨૨ વર્ષનો એક નવયુવાન પણ શામેલ થઇ ગયો છે. 

નામ છે હિતેશ સિંહ22 વર્ષની ઉંમરમાં હિતેશ સિંહ દેશ ના ખૂબ જ સારા મેનેજમેન્ટ સંસ્થા માંથી એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઇઆઇએમ-અમદાવાદમાં એડમિશન મેળવી લીધું અને પોતાના પિતાનું સપનું સાકાર કર્યું છે. 

એક રિપોર્ટના અનુસાર હિતેશ ના પિતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ના મેનેજીંગ ડાયરેક્ટર ના ડ્રાઈવર છે. જે પોતાના બોસને લઈને આઇઆઇએમ-અમદાવાદના ઇન્સ્ટિટયૂટ પણ જતા હતા. આ દરમિયાન હંમેશા તેમના મનમાં વિચાર આવતો હતો કે કદાચ તેમના છોકરાને પણ અહીં ભણાવવાનો મોકો મળી જાય.ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની સાથેની વાતચીત દરમિયાન હિતેશના પિતા પંકજ કહે છે... 

હર વખતે જ્યારે હું મારા બોસ સાથે પરિસરમાં જતો હતો ત્યારે હું ચૂપચાપ અહીં મારા દીકરાના પ્રવેશની કામ ના કરતો હતો આજે તે સપનું સાકાર થઈ ગયું છે. 

કહેવામાં આવી રહ્યું છે કે હિતેશ નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો. તે B.TECH માં ટોપર હતો અને CAT માં 96.12 પર્સન્ટાઈલ સ્કોર કર્યો હતો. 

મોટી સફળતા મેળવનાર આ છોકરાનું કહેવું છે કે...

મને જલ્દી થી ખબર પડી ગઈ હતી કે મારા પરિવારને આર્થિક તંગીને બહાર કાઢવા માટે મારે ખુબ જ મહેનત કરવી પડશે. હિતેશ નું સિલેક્શન આઇઆઇએમ-એ ના ફૂડ અને એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ કોર્સમાં થયું. આશા છે કે હિતેશ ની આ મહેનત દેશના છાત્રો માટે મિશાલ બને અને તેમને પણ આ રીતે પોતાનું સપનું સાકાર કરવાનું જુસ્સો મળે. 

0 કેમેન્ટ અહી કરો: