ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એ આઈસીસી 2019 વર્લ્ડ કપ માટે પોતાના 15 ટિમ પ્લેયર નું એલાન કરી દીધું છે. ટિમ નો કેપ્ટન એરોન ફિન્ચ ને બનાવામાં આવ્યો...

ઓસ્ટ્રેલિયા એ વર્લ્ડ કપ માટે ટિમ નું કર્યું એલાન,


ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એ આઈસીસી 2019 વર્લ્ડ કપ માટે પોતાના 15 ટિમ પ્લેયર નું એલાન કરી દીધું છે. ટિમ નો કેપ્ટન એરોન ફિન્ચ ને બનાવામાં આવ્યો છે. જયારે બોલ ટેમ્પરિંગ ના કારણે એક વર્ષ માટે બેન ને વિતાવ્યા પછી  ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથ પણ ટિમ માં સામેલ કરવામાં આવ્યા છે.

એટલુંજ નહિ પરંતુ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એ વોર્નર અને સ્મિથ ની આ જોડીને 2019-20 માટે સેન્ટરલ કોન્ટ્રાકટ દેવાનું પણ એલાન કર્યું છે. અને આ બંને ખેલાડી માર્ચ 2018 પછી આ વર્ષ એક જૂન એ અફઘાનિસ્તાન સામે ઇન્ટરનેશનલ ક્રિકેટ માં પાછા ફરશે.

તેના સિવાય સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક ને પણ ટિમ માં જગ્યા મળી છે જે તેમના ઇન્જરી ના કારણે ઘણા સમય થી બહાર હતા. ટિમ માં દમદાર પ્રદર્શન કરનાર યુવા બેસ્ટમેન પીટર હેન્ડકોબ અને બોલર જોસ હેઝલવુડ ને જગ્યા મળી નથી જે બધા માટે આશ્ચર્યની વાત છે.

તમને કહી દઈએ કે આ વખતે કાંગારું ટિમ ઈંગ્લેંડ ની જમીન પર પોતાનો ખિતાબ બચાવવા માટે ઉતરશે. તેને 2015 ના વર્લ્ડ કપ માં ન્યુઝીલેન્ડ ને ફાયનલ માં હરાવીને પોતાના ઘરે ખિતાબ જીત્યો હતો.

ઓસ્ટ્રેલિયાની વર્લ્ડકપ ટિમ :

એરોન ફિન્ચ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, મિચેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઈનિસ, જેસન બેહરેન્ડોફ, એલેક્સ કેરી(વિકેટ કીપર), નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથાન લિયોન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિચર્ડસન અને એડમ જામ્પા.

0 કેમેન્ટ અહી કરો: