બ્લેક હોલ નો પહેલો ફોટો 11 એપ્રિલ એ બહાર પાડવામાં આવ્યો હતો. તેની સાથેજ વિજ્ઞાન ની સૌથી મોટી ઉપલબ્ધી પણ થઇ ગઈ. વર્ષો સુધી વિજ્ઞાનિક આ સફ...

આ રીતે લેવામાં આવ્યો બ્લેક હોલ નો પહેલો ફોટો


બ્લેક હોલ નો પહેલો ફોટો 11 એપ્રિલ એ બહાર પાડવામાં આવ્યો હતો. તેની સાથેજ વિજ્ઞાન ની સૌથી મોટી ઉપલબ્ધી પણ થઇ ગઈ. વર્ષો સુધી વિજ્ઞાનિક આ સફળતા માટે દોડતા રહ્યા છે અને તેને મેળવવા માં સફળતા પણ મળી છે. દશકો થી માનવ માટે એક પહેલ બ્લેક હોલ નું રહસ્ય હવે ધીમે ધીમે વૈજ્ઞાનિક ખોલવામાં સફળ થઇ રહ્યા છે. ચાલો તો તમને કહી દઈએ કે કઈ રીતે વૈજ્ઞાનિક ને આ સફળતા મળી છે.

આ ટેલિસ્કોપ ના મદદ થી આ ફોટો લેવામાં આવ્યો

આ બ્લેક હોલ ની તસ્વીર લેવા માટે આઠ ટેલિસ્કોપ નો એક સમૂહ બનાવામાં આવ્યો. આ દુનિયાના 6 દેશો માં લગાવામાં આવ્યા. હવાઈ, એરિજોના, સ્પેન, મેક્સિકો, ચીલી અને દક્ષિણ ધ્રુવ પર ઇવેન્ટ હોરાઇજન નામના આ ટેલિસ્કોપ ને લગાવામાં આવ્યા. આ ટેલિસ્કોપ ને 6 એપ્રિલ 2017 એ બ્લેક હોલ સબંધિત થોડા ડેટા ભેગા કર્યા અને વૈજ્ઞાનિક એ તેની મદદ થી એક ફોટો તૈયાર કર્યો. આ ફોટો ને તૈયાર કરવા માટે 2 વર્ષ નો સમય લાગ્યો.

200 વૈજ્ઞાનિકો એ કર્યું દિવસ રાત કામ

આ પરિયોજના ને પૂર્ણ કરવા માટે દુનિયા ભર ના 200 વૈજ્ઞાનિક એ દિવસ રાત કામ કર્યું છે. આ તસ્વીર ને ખેંચવા માટે 2012 થી પ્રયત્ન કરવાનું શરુ હતું અને 2017 માં તેના વિશેના ડેટા 2017 માં મેળવવા માં આવ્યા. જેના પછી તેને એક ફોટો ના રૂપ માં તૈયાર કરવામાં આવ્યા.

કઈ રીતે થયું સંભવ

આ એક બ્લેક હોલ મેસીયર 87 નામ ની એક વિશાલ આકાશ ગંગા છે. તેની તસ્વીર લેવા માટે દસ દિવસ સુધી ટેલિસ્કોપ બ્લેક હોલ ની ચારે બાજુએ ચમકતી રિંગ માં થતા બદલાવ ને જોતા રહ્યા. ત્યાર બાદ બધાજ ટેલિસ્કોપ એ મળીને બ્લેક હોલ ની પાસે ના કણો થી વિકિરણ ની તસવીરો ને કેદ કરી. આ દરમિયાન સેટેલાઇટ ની મદદ થી ડેટા ને ભેગા કરવામાં આવ્યા અને તેને હાર્ડડ્રાઈવ દ્વારા વૈજ્ઞાનિકો ત્યાં સુધી પહોંચ્યા. ડેટા ના વિશ્લેષણ પછી વૈજ્ઞાનિકો એ આકાશ ગંગા ની વચ્ચે એક આછી જગ્યા અને ચારે બાજુએ એક ચમકતો ગોળો જોવા મળ્યો.


શું છે આ ફોટો માં

વૈજ્ઞાનિકો એ કહ્યું કે ફોટો માં જોવા મળતો આછો ભાગ જ બ્લેક હોલ છે જેની અંદર કોઈ પણ પ્રકાશ અથવા વસ્તુ જશે તો તે પાછી આવશે. જે ચમકતો ભાગ છે એ બ્લેકહોલ ની બહાર તે જગ્યા છે જ્યાં પ્રકાશ અથડાય ને પાછો ફરે છે. જે પ્રકાશ અથડાય ને પાછો ફરે છે એટલા માટે તે ચમકે છે.

શું હોય છે બ્લેકહોલ

બ્લેકહોલ એક ખગોળીય વસ્તુ હોય છે જેનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એટલું પ્રભાવશાળી હોય છે કે પ્રકાશ સહીત કોઈ પણ વસ્તુ તેના ખેંચવાની પ્રક્રિયા થી બચી શકતું નથી. તેનું નામ બ્લેક હોલ એટલા માટે છે કેમ કે તે પ્રકાશ ને પોતાના અંદર લઇ લે છે અને કોઈ પણ વસ્તુ તેમાંથી બહાર નથી નીકળી શકતું.

0 કેમેન્ટ અહી કરો: