હનુમાનજી ને કલયુગ ના દેવતા માનવામાં આવે છે અને કહે છે કે કલયુગ ના સમસ્ત પાપો નો નાશ કરવા માટે અને જીવન ના મુશ્કેલી ને દૂર કરવા માટે હન...

વૃક્ષ માંથી પ્રકટ થઈને ભક્તો ને દર્શન આપે છે હનુમાનજી, શનિ ની પીડા માંથી આપે છે મુક્તિ


હનુમાનજી ને કલયુગ ના દેવતા માનવામાં આવે છે અને કહે છે કે કલયુગ ના સમસ્ત પાપો નો નાશ કરવા માટે અને જીવન ના મુશ્કેલી ને દૂર કરવા માટે હનુમાનજી ની ઉપાસના કરવી કલ્યાણકારી હોય છે. દેશભર માં હનુમાનજી ના ઘણા મંદિરો છે જે ભક્તો માં તેમની વિશેષ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. આજે હનુમાનજી ના જે મંદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તે હનુમાનજી નું ખુબજ ખાસ મંદિર છે. જે મિર્જાપુર ના વિંધ્યાચલ પર્વતો ની પાસે સ્થિત છે હનુમાનજી ના આ મંદિર નું નામ બંધવા હનુમાનજી મંદિર છે. જ્યાં આવતા લોકો ની આસ્થા ખુબજ ખાસ છે.આ મંદિર વિષે કહેવામાં આવે છે કે અહીં હનુમાનજી એક વૃક્ષ માં પ્રકટ થયા હતા પરંતુ હનુમાનજી ની અહીં જે પ્રતિમા છે તે કેટલા સમય થા છે તે કોઈ ને ખાસ ખબર નથી. અહીં આવનારા શ્રદ્ધાળુ મને છે કે હનુમાનજી અહીં બાળક રૂપ માં પ્રકટ થયા હતા. માન્યતા છે કે વિંધ્યાચલ પર્વત ની ત્રિકોણ યાત્રા દરમિયાન બંધાવા હનુમાનજી ના દર્શન કરવામાં આવે છે અને તેમનાજ દર્શન થી આ યાત્રા પૂર્ણ થાય છે.

હનુમાનજી નું આ મંદિર ખુબજ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. જેના વિષે અહીંના લોકો નું કહેવું છે કે અહીં રહેલા હનુમાનજી ની પ્રતિમા નો આકાર ધીમે ધીમે વધતો જાય છે. હનુમાનજી ના આ મંદિર ની એટલી મહિમા છે કે અહીં આવનારા ભક્તો ને ક્યારેય પણ શનિદેવ ના પ્રકોપ નો સામનો નથી કરવો પડતો સાથે સાથે જ શનિ નો પ્રકોપ લઇ રહેલા લોકો ને અહીં આવતા તેની આ સમસ્યા માંથી રાહત મળી જાય છે.બાંધવા હનુમાનજી મંદિર માં હનુમાનજી ને લાડુ, તુલસી ના પાંદડા અને ફૂલ ચઢવાનું વિશેષ માન્યતા છે જેનાથી વ્યક્તિ ને હનુમાનજી ની કૃપા મળે છે. કષ્ટો માંથી મુક્તિ અપાવવા વાળા બાલ રૂપ માં અહીં હનુમાનજી લોકો ની આસ્થાનું નું ખાસ કેન્દ્ર છે.

0 કેમેન્ટ અહી કરો: