દેશ માટે લડી ચૂકેલા સેનાના પૂર્વ જવાનો અને પશુપ્રેમી સૂરજ ભૂષણ રોહરા પોતાનું બધું જ પેન્શન ગાય અને વાછરડા ઉપર ખર્ચ કરી દે છે પરંતુ તેમ...

માનવતાની મિસાલ છે આ સેનાનો જવાન, પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં પણ પોતાનું બધું જ પેન્શન ખર્ચ કરે છે ગાય અને વાછરડા ઉપર


દેશ માટે લડી ચૂકેલા સેનાના પૂર્વ જવાનો અને પશુપ્રેમી સૂરજ ભૂષણ રોહરા પોતાનું બધું જ પેન્શન ગાય અને વાછરડા ઉપર ખર્ચ કરી દે છે પરંતુ તેમને આ વાતનો કોઇ પણ ખબર નથી. ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 70 કિલોમીટર દૂર ચાંહા માં રહેવા વાળો સુરજ ભૂષણ રોહરા પશુ પ્રેમ ની મિશાલ છે. તે તેમની પત્ની સાથે મળીને છેલ્લા ઘણા દાયકા થી 60-70 ગાય અને વાછરડા, પંદર-વીસ કુતરા અને એટલી જ મુરઘી ને પાળે છે. ગાયના વાછરડા પૂરું દૂધ પી પણ શકે એટલા માટે તે ત્યારે ગાયને દોહતા પણ નથી આ પશુઓથી તેમને કોઈ ફાયદો નથી. નિસ્વાર્થ સેવા નો આ ક્રમ ઘણા દશક થી ચાલી આવી રહ્યો છે.

ઘરમાં સુવિધાના નામે ફક્ત છે એક સાઇકલસુરજ ભૂષણ લોહરાના ખીચામાં હંમેશા થોડીક રોટલી રહે છે જેને તે ગાઈ અને કૂતરાને ખવડાવે છે.  બધી જ ગાય,વાછરડા અને કુતરા ને તે કોઈના કોઈ નામથી બોલાવે છે. કુતરા માટે તે થાળીઓ પણ રાખે છે ભલે તેમના ઘરમાં તેમના માટે પર્યાપ્ત વાસણ ના હોય. તેમને હર મહિને લગભગ 19 હજાર રૂપિયા પેન્શન પણ મળે છે. દોઢ એકર થી વધુ ખેતી પણ છે. પરંતુ પત્ની પાસે એક સારી સાડી નથી. ઘરમાં સુવિધાના નામ ઉપર ફક્ત તેમની પાસે એક જુની સાઈકલ છે. તે કહે છે કે મેં વીસ વર્ષ સુધી સૈનિક માં સેવા કરી અને હવે આ પશુઓની સારસંભાળ રાખું છું. અમે બંને સવારે ત્રણ વાગ્યે ઉઠીએ છીએ અને રાત 11 સુધી પશુઓ પાછળ ભાગતા રહીએ છીએ. ક્યારેક અમે ખુદ નથી ખાતા પરંતુ આમના માટે ખાવાનું કરીએ છીએ. એક મીડિયા સાથેની વાતચીતમાં તે કહે છે કે અમને કોઈનું દુઃખ જોવાતું નથી અમે પોતે મરી જઈશું પરંતુ બીજાને દુઃખી નહીં જોઈ શકીએ.  ઘણી વાર મારા મનમાં પણ આવે છે કે બધા સુખ માટે કમાય છે અમે કેમ નહીં. પરંતુ મારુ દિલ કહે છે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી બીજાની સેવા કરો. 

ગામના લોકો ઉડાડે છે મજાકગામના લોકો મજાક મા તેમના ઘરને ચિડિયાઘર પણ કહે છે. તેમના ઘરમાં માટી ના ત્રણ રૂમ છે. પરંતુ આ દંપતી પાસે રહેવા અને સુવા માટે ફક્ત એક રૂમ છે. જેમાં એક ખૂણામાં ઉંદરો અને બીજી જગ્યાએ વાસણો રાખે છે. તેમની પાસે ના તો રસોઈ ગેસ છે અને ના તો ખાવાનો પકાવવા માટે લાકડા. જ્યારે તેમની પત્ની રોજે ગાઈ અને વાછરડા માટે રોજે 40 પચાસ રોટલી અને બેથી ત્રણ કિલો ભાત બનાવે છે.

0 કેમેન્ટ અહી કરો: