યુપીના શાહજહાંપુરમાં એક મુસ્લિમ પરિવારે હિંદુ-મુસ્લિમ એકતાની એક અનોખી મિશાલ કાયમ કરી છે. અહીં મુસ્લિમ પરિવારે દીકરીના લગ્ન ના કાડ ઉપર ...

મુસ્લિમ પરિવારે દીકરીના લગ્ન ના કાર્ડ ઉપર છુપાવ્યો ભગવાન રામ સીતા નો ફોટો,લોકો કરી રહ્યા છે વખાણ


યુપીના શાહજહાંપુરમાં એક મુસ્લિમ પરિવારે હિંદુ-મુસ્લિમ એકતાની એક અનોખી મિશાલ કાયમ કરી છે. અહીં મુસ્લિમ પરિવારે દીકરીના લગ્ન ના કાડ ઉપર ભગવાનનો ફોટો છપાવ્યો છે. મુસ્લિમ પરિવાર આ રીતે કાર્ડ ઉપર ભગવાનનો ફોટો છપાવીને ઘણાં જ ખુશ છે અને ગામમાં રહેલા બીજા સમુદાયના લોકો પણ ઘણા વખાણ કરી રહ્યા છે.

30 એપ્રિલે છે દીકરી ના લગ્ન

આ મુસ્લિમ પરિવાર થાણા અલ્લાહ ગંજ ક્ષેત્ર ના ચીલોઆ ગામના રહેનાર છે


ઇબાદત અલીએ પોતાની 20 વર્ષની દીકરી રૂખસાર ના લગ્ન સોનુ સાથે નક્કી કર્યા છે. 30 એપ્રિલ એ તેમના લગ્ન છે. ઈબાદત અલીએ હિંદુ-મુસ્લિમ એકતાની એક અનોખી મિશાલ કાયમ કરી જ્યારે તેણે લગ્નના કાર્ડ ઉપર ફોટો છપાયો અને આ ફોટોઝ છપાવીને કાર્ડ તેમના સંબંધીઓ ના ઘરે પણ આપ્યા. બધા જ લોકો હેરાન રહી ગયા કેમ કે આવું પહેલીવાર થયું છે કે મુસ્લિમ પરિવારે તેમની દીકરીના લગ્નના કાર્ડ ઉપર ભગવાનનો ફોટો લગાવ્યો છે. ત્યાં ગામમાં રહેતા બીજા સમુદાયના લોકો પણ ખુબ જ ખુશ છે બધા જ લોકો તેમની દીકરીને આશીર્વાદ દેવાની વાત કરી રહ્યા છે.

ગામમાં બધા જ છે ખુશ


ઈબાદત અલી જે ગામમાં રહે છે તે ગામની વસ્તી લગભગ 800 છે.પરંતુ આ ગામમાં ફક્ત એક મુસ્લિમ પરિવાર ઈબાદત અલીનો છે. પરંતુ આ ગામમાં એકતાની એક એવી મિશાલ છે કે ક્યારે આ મુસ્લિમ પરિવાર પોતાને અસુરક્ષિત મહેસૂસ કર્યું નથી અને હંમેશા હળીમળીને રહે છે.

બધા જ તહેવારો મનાવે છે આ પરિવારઈબાદત અલી નું કહેવું છે કે તે બધા જ તહેવારો હળી મળીને બનાવે છે ભલે પછી તે ઈદ હોય કે હોળી તેમનું કહેવું છે કે મારો એકલો પરિવાર આ ગામમાં રહે છે. પરંતુ હવે મને ડર નથી લાગતો કેમકે ગામના બીજા સમુદાયના લોકો અમને પરિવાર માને છે. એટલા માટે અમે લોકો એ લગ્નના કાર્ડ ઉપર ભગવાન નો ફોટો લગાવ્યો છે.

0 કેમેન્ટ અહી કરો: