આજ સુધી આપણે લોકો ને હાથ થી કામ કરતા જોતા આવ્યા છીએ પરંતુ થોડા થોડા એવા લોકો પણ છે જે પોતાના હાથોને એક્સીડેન્ટ અથવા તો ગંભીર બીમારી ના...

આ છોકરી પગ થી કરે છે એવું કામ, કે કોઈ વિચારી પણ ના શકે


આજ સુધી આપણે લોકો ને હાથ થી કામ કરતા જોતા આવ્યા છીએ પરંતુ થોડા થોડા એવા લોકો પણ છે જે પોતાના હાથોને એક્સીડેન્ટ અથવા તો ગંભીર બીમારી ના કારણે તેને ખોય ચુક્યા છે જેના કારણે તે લોકો પોતાના કામ પોતાના હાથો થી કરી શકવા માં અસમર્થ હોય છે.તેમના માટે તે લોકો હાર નથી માનતા અને પોતાના કામ પગ ની સહાયતા થી કરવાનું નક્કી કરી લે છે તેમના માટે તે ખુબજ મહેનત પણ કરે છે. પરંતુ આજે અમે તમને એવી મહિલા સાથે મેળવવા જઈ રહ્યા છીએ જે તેના બધાજ કામ હાથ ની જગ્યા એ પગ થી કરે છે.તમને જાણીએ ખુબજ આશ્ચર્ય થશે કે તેમની દૈનિક રૂટિન થી લઈને બાકી બીજા કામ પણ પગ થી કરે છે આ મહિલા નું નામ છે જેસિકા કોક્સ. તેમનો જન્મ અમેરિકાના એરિજોન માં થયો છે. તમને કહી દઈએ કે જેસિકા ના નાનપણ થીજ હાથ નથી એટલા માટે તેને 14 વર્ષ સુધી નકલી હાથ ને વાપર્યા ત્યારબાદ જેસિકા એ તેમના નકલી હાથ હટાવી દીધા અને બધાજ કામ પગ થી કરવાનું શરુ કરી દીધું.જેવા કે કાર ચલાવવી, આંખ માં લેન્સ લગાવવા, ગેસ ભરવો, કમ્પ્યુટર ચલાવવું વગેરે એટલુંજ નહિ આ મહિલા ની કમ્પ્યુટર ટાયપિંગ સ્પીડ પગ થી 25 વર્ડ પ્રતિ મિનિટ છે. એટલુંજ નહિ તે તેમના પગ થી પ્લેન પણ ઉડાડે છે તેમના માટે તેમની પાસે લાઇસેંસ પણ છે.
જે દુનિયાના પહેલા કોઈ આર્મલ્સ (વગર હાથ) ના પાયલેટ ને આપવામાં આવ્યું છે. તે પોતાના નામે ઘણા વિશ્વ રેકોર્ડ પણ કરી ચુકી છે. તેના કારણે જેસિકા નું નામ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડ માં દર્જ કરવામાં આવ્યું છે.

0 કેમેન્ટ અહી કરો: