એક ગરીબ મહિલાએ પોતાના પતિના નિધન પછી પોતાના જ દિકરા ને ખૂબ જ મહેનત કરીને ભણાવ્યો અને તેને મોટો આદમી બનાવ્યો. લગ્નની ઉંમર થઈ જવા ઉપર ...

વાંચો એક અદભુત કહાની:દીકરાએ પોતાની વૃદ્ધ માને વૃદ્ધાશ્રમમાં છોડતા સમયે કહ્યું કે હું તમને હર મહિને મળવા આવીશ પરંતુ દીકરો ના આવ્યો માંના મરતા પહેલા


એક ગરીબ મહિલાએ પોતાના પતિના નિધન પછી પોતાના જ દિકરા ને ખૂબ જ મહેનત કરીને ભણાવ્યો અને તેને મોટો આદમી બનાવ્યો. લગ્નની ઉંમર થઈ જવા ઉપર તેમના દિકરાના લગ્ન અહીં એક સુંદર છોકરી સાથે કરાવ્યા.


થોડા દિવસો સુધી વહુને પોતાની સાથે ખૂબ જ સારું લાગ્યું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મોર્ડન વહુ ને પોતાની સાસુ ખરાબ લાગવા લાગી. એક દિવસ પત્નીએ પોતાના પતિને કહ્યું કે તમે તમારી માતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દો. 

પરંતુ પતિએ પોતાની પત્નીની આ વાત માની નહીં પરંતુ ત્યારબાદ પતિ પોતાના પત્નીના દબાવના કારણે તેમની માતાને વૃદ્ધાશ્રમમાં છોડીને આવ્યો. 


દીકરાએ પોતાની માને કહ્યું કે હું તને હર મહિને હજાર રૂપિયા મોકલતો રહીશ અને તને સમય સમય પર તને મળવા પણ આવી જઈશ. માએ કહ્યું કે તું પૈસા ભલે ના મોકલાવ પરંતુ મને મળવા જરૂર થી આવજે. 

પરંતુ દીકરો તેની માતાને ફક્ત હજાર રૂપિયા મહિને મોકલ્યા,પરંતુ તેને મળવા ના આવ્ય, આવું કરતા કરતા ઘણા મહિનાઓ વીતી ગયા. વૃદ્ધાશ્રમ થી એક દિવસ તે દીકરાને પાસે એક ફોન આવ્યો ત્યારે એ ટાઈમમાં કહેવામાં આવ્યું કે તમારી માતાની તબિયત ખરાબ થઈ ગઈ છે તે તમને મળવા માંગે છે.


દીકરાએ ઉત્તર આપતા કહ્યું કે હું અત્યારે કામમાં છું હું સાંજે માતાને મળવા આવું છું.રાત્રિના સમયે છોકરો જ્યારે એ માતાને મળવા પહોંચ્યો હતો ત્યારે માનું નિધન થઈ ચૂક્યું હતું. ત્યાં રહેલા એક વ્યક્તિએ તેમના છોકરાને બે પત્ર આપ્યા અને કહ્યું કે મને તમારી માતાએ કહ્યું હતું કે આ બે પત્ર મારા છોકરાને આપી દેજો. 

જ્યારે તે દીકરાએ પહેલો પત્ર ખોલ્યો ત્યારે તેમાં લખેલું હતું કે મારા પ્રિય દિકરા મારી છેલ્લી ઈચ્છા તને મળવાની હતી. હું તારા માથા ઉપર પ્રેમથી હાથ ફેરવવા માંગતી હતી અને તને ખુબજ સારા આશીર્વાદ દેવા માંગતી હતી પરંતુ તે આ મારી ઈચ્છા પૂર્ણ થવા ન દીધી.


તે મને જે હર મહિને હજાર રૂપિયા મોકલ્યા હતા તેમે બચાવીને રાખ્યા છે તે પૈસા બીજા પત્રની અંદર રાખ્યા છે મારે માટે આ પૈસા કામમાં આવ્યા નથી.

પરંતુ હું તારા માટે આ પૈસા છોડીને જઈ રહી છું તું મારો સારો અને ઉદાર છોકરો છે. જેણે મને સમય સમય ઉપર પૈસા મોકલ્યા પરંતુ મને એ વાતનો ડર છે કે જ્યારે તારી સંતાન થશે ત્યારે તે તને પૈસા મોકલશે કે નહીં અને આ સમયે તને આ પૈસા કામમાં આવી શકે છે.

કહાનીની શીખ


કહાનીથી આપણને શીખ મળે છે કે વૃદ્ધ લોકોને પૈસાની નહીં પરંતુ તેમના સંતાનના પ્રેમની જરૂર હોય છે. પરંતુ તેમને આ પ્રેમ નથી મળતો એટલા માટે તે અંદરથી તૂટી જાય છે. આજના સમયમાં આ બધું જ સામાન્ય થઈ રહ્યું છે. તમારે આવું ના કરવું જોઈએ તમારે તમારા મોટા લોકોનો આદર અને સન્માન કરવું જોઈએ અને તેમના માટે સમયે કાઢવો જોઈએ. 

0 કેમેન્ટ અહી કરો: