જાણીતા બિઝનેસ મેગેઝિન ફોર્બ્સની ભારતની આવૃતિમાં અમદાવાદના બિલિયોનર્સનું લિસ્ટ બહાર પાડ્યુ છે. જેમાં 8.7 બિલિયન ડોલર એટલે કે 59,845 કરો...

59000 કરોડની સંપત્તિની સાથે અમદાવાદના સૌથી ધનિક વ્યકિત બન્યા ગૌતમ અદાણી


જાણીતા બિઝનેસ મેગેઝિન ફોર્બ્સની ભારતની આવૃતિમાં અમદાવાદના બિલિયોનર્સનું લિસ્ટ બહાર પાડ્યુ છે. જેમાં 8.7 બિલિયન ડોલર એટલે કે 59,845 કરોડ રુપિયાની મિલકત સાથે ગૌતમ અદાણી અમદાવાદ શહેરના સૌથી ધનિક વ્યકિત હોવાનું જણાવવામાં આવ્યુ છે.


ગૌતમ અદાણી પછી નિરમાના કરસનભાઈ પટેલ બીજા નંબરે આવે છે, જેમની પાસે 4.7 બિલિયન ડોલર એટલે કે, 32,339 કરોડ રુપિયાની મિલકત છે. ટોરેન્ટ ગ્રુપના માલિક સુધિર અને સમીર મહેતા પાસે પાસે 27,523 કરોડ રુપિયાની મિલકત હોવાનું ફોર્બ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે.


આ સિવાય ઈન્ટાસના માલિક હસમુખ ચુડગર 3.6 બિલિયન ડોલર (લગભગ 2473 કરોડ) થાય. શહેરના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઝાયડસના માલિક પંકજ પટેલનુ નામ આવે છે. તેમની પાસે 3.6 બિલિયન ડોલરની સંપત્તિ છે.

AIA એન્જિનિયરિંગના પ્રમોટર ભદ્રેશ શાહ શહેરના છઠ્ઠા સૌથી ધનિક વ્યકિત છે. ફોર્બ્સના અહેવાલ અનુસાર, તેઓ 1.4 અબજ ડોલર (લગભગ 11,010) કરોડ થાય છે. તેમની કંપની સિમેન્ટ, માઇનિંગ અને એનર્જી સેક્ટરમાં ઉપયોગમાં લેવાતા કસ્ટિંગ્સ બનાવે છે.


પોપ્યુલર એરકૂલર બ્રાન્ડ સિમ્ફનીના પ્રમોટર અચલ બકેરી પણ અમદાવાદના ટોપ ટેન બિલિયોનેર્સમાં સ્થાન પામે છે. તેમની પાસે 1.1 બિલિયન ડોલર (7521 કરોડ) રૂપિયા થાય છે. ત્યારબાદ એસ્ટ્રલ પાઈપ્સના સંદીપ એન્જિનિયનરનો નંબર આવે છે. જેમની પાસેની મિલકતનું મૂલ્ય 7571 કરોડ રૂપિયા છે

0 કેમેન્ટ અહી કરો: