દુનિયાભરમાં 200થી વધારે દેશ છે. જે દેશની સીમાઓ એકબીજાથી અલગ બનાવે છે. કેટલાક દેશોની આંતરાષ્ટ્રીય સીમાઓ ખૂબ ખતરનાક છે જેમ કે ભારત-પાકિસ્...

આ છે દુનિયાની સૌથી અજીબોગરીબ સરહદો, એક સરહદમાં તો તમારે માત્ર ઘર ટપવાનું રહેશે


દુનિયાભરમાં 200થી વધારે દેશ છે. જે દેશની સીમાઓ એકબીજાથી અલગ બનાવે છે. કેટલાક દેશોની આંતરાષ્ટ્રીય સીમાઓ ખૂબ ખતરનાક છે જેમ કે ભારત-પાકિસ્તાન, કોરિયન રાષ્ટ્રો જ્યાં 24 કલાક સેનાના જવાનોને ખડે પગે ઉભુ રહેવું પડે છે. ભારત પાકિસ્તાનની બોર્ડર એવી છે જ્યાં એક દેશનો નાગરિક બીજા દેશની સરહદ પર આવી જાય તો તેના હાલ ખૂબ ખરાબ થઈ જાય છે. ત્યારે આજે દુનિયાની કેટલીક ચિત્ર વિચિત્ર સરહદો તમને બતાવીએ. જેને જોઈ તમે આભા થઈ જશો. દુનિયામાં કેટલીક એવી આંતરાષ્ટ્રીય સીમાઓ પણ છે જ્યાં ન તો કોઈ જવાન હોય છે ન તો કોઈ સુરક્ષા હોય છે. છતા બંન્ને દેશો વચ્ચે આરામની જિંદગી છે. ત્યાં કોઈ વિઝા વિના તમે જઈ શકો છો. ઉપરથી આ સીમાઓ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર પણ છે.

બાર્લે શહેરમાં નેધરલેન્ડ અને બેલ્જિયમની સરહદ આવેલી છે. આ સીમાને સાંકેતિક અક્ષરોમાં જાણી શકાય છે. કારણ કે આ સીમા એક ઘરની વચ્ચેથી પસાર થાય છે. આ આંતરાષ્ટ્રીય સીમાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આ સરહદમાં તમે એક દેશથી બીજા દેશમાં જઈ શકો છો એ પણ બેરોકટોક.અમેરિકાના એરિજોના અને મેક્સિકોની વચ્ચે આવેલી બોર્ડરને સુરક્ષિત આંતરાષ્ટ્રીય સીમા કહેવામાં આવે છે. કારણ કે અમેરિકા અને મેક્સિકોની આ સીમાને લઈને અત્યાર સુધી કોઈ વિવાદ નથી થયો. આરામથી આ બોર્ડરની પહેલી પાર અને આપાર જઈ શકો છો. જેના કારણે મેક્સિકોના ઘણા લોકો અમેરિકામાં અને અમેરિકાના ઘણા લોકો મેક્સિકોમાં આટા ફેરા મારી આવે છે. આ સીમા પર બંન્ને દેશના લોકોની મિત્રતા પણ જોવા મળે છે. અહીં દર વર્ષે વોલીબોલ મેચનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં બંન્ને દેશનાં લોકો ભાગ લે છે. આ એક એવી મેચ છે જેમાં બંન્ને દેશના ખેલાડીઓ પોતપોતાના મેદાનમાં રમી શકે છે.


દુનિયાની સૌથી મોટી જળપ્રણાલીમાંના એક એવા આ ઝરણાનું નામ ઈગૂઆઝુ છે. આ ઝરણું બે દેશની સીમા બ્રાઝીલ અને આર્જેન્ટીનાને વિભાજીત કરે છે.દેખાવમાં આ ઝરણું સુંદર લાગે છે. દેખાવમાં સુંદર રીતે લાગતું આ ઝરણું હકિકતે ઘણી નદીઓના પાણીને એકઠુ કરી અને મળે છે. જેના કારણે આ નજારો આકર્ષણ હોય છે.આ ઝરણાનો વધારે પડતો હિસ્સો બ્રાઝીલમાં તો બાકીનો હિસ્સો આર્જેન્ટીનામાં પડે છે.


0 કેમેન્ટ અહી કરો: