દેશભરમાં નાના કે મોટા પાયે ખુલતા કોફીકાફેમાં અનેક ફ્લેવરની કોફી મળી રહી છે. કોઈ શહેરના કોફી હાઉસમાં કોલ્ડકોફી મોટા ભાગના યુવાનોની હોટફ...

આ જગ્યાએ મળે છે દુનિયાની સૌથી મોંઘી કોફી, ભાવ જાણીને આશ્વર્ય માં પડી જશો


દેશભરમાં નાના કે મોટા પાયે ખુલતા કોફીકાફેમાં અનેક ફ્લેવરની કોફી મળી રહી છે. કોઈ શહેરના કોફી હાઉસમાં કોલ્ડકોફી મોટા ભાગના યુવાનોની હોટફેવરીટ હોય છે. એક જાણ ખાતર દેશમાં કોફીના કુલ ઉત્પાદનમાં 70 ટકા કોફીનું ઉત્પાન કર્ણાટકમાંથી થાય છે. કર્ણાટકના ચિકમગલુર, કડાગુ અને હસન જિલ્લામાં ભરપૂર માત્રામાં કોફીનું ઉત્પાદન થાય છે. એક રિપોર્ટ અનુસાર વાર્ષિક 2,14,170 ટન કોફીનું ઉત્પાદન થાય છે.


કોફીની ખેતી માટે 15થી 28 ડીગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન જરૂરી છે. આ સાથે 150થી 250 cmનો વરસાદ. અહીં કર્ણાટકમાં હિમવર્ષા થતી નથી અને તાપમાન કદી 30 ડીગ્રીની ઉપર જતું નથી. આમ હવામાન પણ અનુકૂળ હોવાને કારણે કોફીનું મબલખ ઉત્પાદન થાય છે. અરેબિકા અને રોબસ્ટા એમ બે પ્રકારની કોફી અહીં પાકે છે. સિવેટ કોફીને દુનિયાની સૌથી મોંઘી કોફી માનવામાં છે. જેના એક કપના રુ.3000 છે.


આ કોફી એટલા માટે મોંઘી છે કારણ કે, સિવેટકેટના પુપ(મળ)થી તે બને છે. આ કોફીને સિવેટ કોફી કહેવામાં આવે છે. જે કોફીબીન્સ સિવેટ કેટને પાચન થાય છે તેનો ઉપયોગ કોફી બનાવવા માટે થાય છે. જંગલ વિસ્તારમાંથી આ પ્રકારના બિન્સ ભેગા કરીને કોફી બનાવવામાં આવે છે. આ પ્રોસિજરમાં ખાસ એવો સમય જતો હોવાના કારણ તે મોંઘી છે. જેના એક પેકેટના રુ.8000 છે જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં 25000રુ.થી વેચાય છે અને એક નાના કપના 3000રુ. ચૂકવવાના રહે છે.0 કેમેન્ટ અહી કરો: