૯૯ વર્ષના ચિત્રન નંબૂદ્રીપાદ નામના આ વૃધ્ધ કેરળના રહેનારા છે અને હવે તે આ ઉમરમાં ૩૦ મી વખત હિમાલયની યાત્રા પર જવાની ઈચ્છા રાખે છે. એ...

૯૯ વર્ષના આ વૃધ્ધ યુવાનોને શરમાવે તેવું કામ કરવા માંગે છે


૯૯ વર્ષના ચિત્રન નંબૂદ્રીપાદ નામના આ વૃધ્ધ કેરળના રહેનારા છે અને હવે તે આ ઉમરમાં ૩૦ મી વખત હિમાલયની યાત્રા પર જવાની ઈચ્છા રાખે છે. એવામાં તમે વિચારી શકો છો કે, તેમનો ઈરાદો કેટલો મજબૂત છે. કેરળના ત્રિચૂરમાં રહે છે ચિત્રન નંબૂદ્રીપાદ અને આ અગાઉ તે ૨૯ વખત હિમાલયની ટ્રેકિંગ પર જઈ ચુક્યા છે. વર્ષ ૨૦૧૯ ના ઓક્ટોબર મહિનામાં તે ૧૦૦ વર્ષના થઈ જશે અને આ વર્ષે તે ફરીથી હિમાલયની યાત્રા પર જવા માંગે છે.


ચિત્રન નંબૂદ્રીપાદ એક શિક્ષક છે અને પોતાના ગામમાં હાઈસ્કુલની સ્થાપના કરનાર તેજ છે. પોતાની સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષોથી તે પ્રધાન શિક્ષકના પદ પર કાર્યરત હતા અને બાદમાં તેમને સરકારને આ સ્કુલ છોપી દીધી હતી.

વર્ષ ૧૯૫૨ માં તે પ્રથમ વખત પોતાના કોઈ મિત્રો સાથે હિમાલયની યાત્રા પર ગયા હતા, પરંતુ રસ્તામાં તેમનું સ્વાસ્થ્ય બગડ્યું હોવાના કારણે તે પરત ફરી ગયા હતા. ત્યાર બાદ વર્ષ ૧૯૯૦ માં તે ફરીથી ગયા અને ત્યારથી તે દર વર્ષે હિમાલયની યાત્રા કરે છે.


ચિત્રન નંબૂદ્રીપાદનું કહેવું છે કે, જયારે તે માત્ર ૯ વર્ષના હતા ત્યારથી તે વડીલોથી હિમાલયની વાર્તાઓ સાંભળવી પસંદ કરતા હતા. મનમાં મન તે જગ્યાના વિશે કલ્પના કરતા રહેતા હતા. કદાચ ત્યારથી તેમને ત્યાં જવાનું મન બનાવી લીધું હતું. પ્રથમ વખત તેમને કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા અને ત્યારથી આ સફર ચાલુ છે.


તેમનું કહેવું છે કે, હિમાલયની યાત્રા કરવી તેમને ઘણી પસંદ છે. તે હિમાલયના કોઈ પણ રાજ્યની યાત્રા કરી શકે છે. તેમ છતાં ગંગોત્રી જવું તેમને ઘણું સારૂ લાગે છે. પોતાના અનુભવના વિશે વાત કરતા, ચિત્રન નંબૂદ્રીપાદ જણાવ્યું છે કે, હિમાલયની પહાડીઓ વિશાળ દીવાલોની જેમ દેશની રક્ષા કરતા જોવા મળે છે જો કે તે હકીકતમાં જોવા લાયક છે.


તેમને એ પણ જણાવ્યું હતું કે, પહેલા ખડકોથી પસાર થઈને કલાકો સુધી ટ્રેકિંગ કરવું ઘણું સારૂ લાગતું હતું. તેમ છતાં હવે ઉમરના કારણે આવું શક્ય નથી. એટલા માટે ઉપર સુધી જવા માટે ઘોડા ગાડી અથવા બસનો સહારો લેવો પડે છે.

તમે વિચારી શકો છો કે, તેમનું આત્મબળ કેટલું વધુ છે. ૧૦૦ વર્ષની ઉમરમાં પણ તે ટ્રેકિંગનો આગામી પ્લાન બનાવી રહ્યા છે જેને લઈને યુવાઓ કલાકો સુધી પ્લાનિંગ કરે છે.

0 કેમેન્ટ અહી કરો: