આપણે વાત કરી રહ્યા છીએ અંજલી સિંહની. અંજલિ એ ક્યારેક પ્રાઇવેટ કંપનીમાં મેનેજરના પોસ્ટ ઉપર હતી. તેને 20,000 રૂપિયા સેલેરી મળી હતી. પરંત...

આ મહિલાએ 1700 માં જોઈન્ટ કરી હતી પહેલી નોકરી હવે કમાય છે કરોડો


આપણે વાત કરી રહ્યા છીએ અંજલી સિંહની. અંજલિ એ ક્યારેક પ્રાઇવેટ કંપનીમાં મેનેજરના પોસ્ટ ઉપર હતી. તેને 20,000 રૂપિયા સેલેરી મળી હતી. પરંતુ તેમને કઈક કરવાનું જુનુન હતું તો તેમણે જોબ છોડીને પોતાનો બિઝનેસ શરૂ કર્યું. હવે તે કંપનીનું ટર્નઓવર કરોડોમાં છે. બસોથી પણ વધુ મહિલાઓ આ કંપનીમાં કામ કરે છે તો ચાલો જાણીએ થોડી ખાસ વાતો-


અંજલી સિંહ કહે છે કે હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું. મારું બાળપણ નું સપનું હતું કે એરહોસ્ટેસ બનો પરંતુ ખાનદાનમાં હું એકલી જ છોકરી હોવાના કારણે મને બહાર ભણવા માટે મોકલી.મેં લખનવ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી લીધી. 

વર્ષ 2001માં એમબીએ પછી લખનઉમાં શીવગઢ માં ચેન માર્કેટિંગ ની પોસ્ટ પર નોકરી મળી. ત્યાં ની પહેલી સેલેરી 1700 રૂપિયા મહિના હતી. થોડા મહિના પછી મેં તે જોબ છોડી દીધી. ત્યારબાદ icfr યુનિવર્સિટી ના લખનવ પ્રાંતમાં કાઉન્સિલર ની પોસ્ટ પર જોઈન કરી ત્યાં ચાર હજાર રૂપિયા સેલેરી મળતી હતી. અહીં વર્ષ 2009માં પ્રમોશન મળ્યું અને માર્કેટીંગ મેનેજર બની ગઈ ત્યારે તેમની સેલેરી વીસ હજાર રૂપિયા હતી. 


પરંતુ મારામાં જૂનુંન હતું કે મારે કંઈક કરવું છે એટલા માટે મેનેજરની જોબ છોડીને મેં પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તે કહે છે કે પપ્પા બેન્ક ઓફ ઇન્ડિયામાં હતા તેમણે વી.આર.એસ લઈને 1995માં ભારતીય સેવા સંસ્થાન નામના એક એનજીઓ શરૂ કર્યો હતો. 

પપ્પા એનજીઓ નેશનલ જૂટ બોર્ડ મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા માં જૂટની અલગ જ પ્રકારના આઈટમ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો. 


મેં પપ્પાને એનજીઓ માં કામ કરનાર શબનમ ને પોતાની સાથે લઈને જૂટ ના બેગ અને બીજા અલગ આઈટમ બનાવવાનું શરૂ કરી ધીરે ધીરે 25થી 30 મહિલા મારી સાથે જોડાઈ ગઈ. કંપની શરૂ કરવા માટે સરકારી બેન્ક પાસેથી ૧૫ લાખ રૂપિયા લોન લીધી. 

વર્ષ 2017 માં ભારતીય સેવા સંસ્થાન એનજીઓ ને જુઠ આર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામથી રજિસ્ટર કરાવી આજ મારી કંપની લખનઉમાં ચાર બ્રાંચ છે જેમાં ૨૦૦ થી વધુ મહિલાઓ કામ કરે છે કંપની નું વાર્ષિક ટર્ન ઓવર એક કરોડથી પણ ઉપર છે. અંજલી કહે છે કે મારા લગ્ન 2006માં બનારસના રહેનાર શૈલેન્દ્ર સિંહ સાથે થયા હતા પતિ તે સમયે દિલ્હી બે કંપની ના બિઝનેસ સ્કૂલમાં વાઈસ પ્રેસિડેન્ટ હતા લગ્નના થોડા વર્ષો પછી તેમણે તે જોબ છોડી દીધી અને મારી કંપની માં મદદમાં લાગ્યા. તે કહે છે કે આજે અમારા બે બાળકો પણ છે ઘરમાં સાસુ સસરા પણ છે તે બધા જ લોકો મારા આ કામમાં સહયોગ પણ કરે છે. 

0 કેમેન્ટ અહી કરો: