આદિકાળથી ચા અને ભારત એક બીજાના પર્યાય છે, ચા ભારતીય સમાજનું એક અભિન અંગ છે. જેને આપણે ક્યારેય પણ ભૂલી નહી શકીએ. જે દિવસે આપણે ચા ન પીએ...

સવારે ખાલી પેટ ચા પીવાથી નુકશાન થાય છે


આદિકાળથી ચા અને ભારત એક બીજાના પર્યાય છે, ચા ભારતીય સમાજનું એક અભિન અંગ છે. જેને આપણે ક્યારેય પણ ભૂલી નહી શકીએ. જે દિવસે આપણે ચા ન પીએ તે દિવસે જાણે આપણા દિવસની શરૂઆત સારી થઇ જ ના હોઈ તેવું લાગે છે. ભારતમાં લગભગ 90% લોકો સવારમાં નાસ્તા પહેલા ચા પીવે જ છે.


પણ શું આ આદત સારી છે. વર્ષોથી ચા અને સ્વાસ્થ્ય વિષે અનેકો સંશોધનનો થયા જ કરે છે, એક સંશોધન મુજબ સવારે ખાલી પેટે ચા પીવાથી નુકસાન થાય છે. ખાસ કરીને ગરમીના મોસમમાં ચોક્કસથી નુકશાન થાય છે. ચા માં કેફીન અને ટેટીન હોઈ છે, જે શરીરમાં ઉર્જા ભરી દે છે. જો ચા પીધા વિના આપણું કામ ના ચાલતું હોઈ તો ચા સાથે જોડાયેલી કેટલીક જાણકારી આપણે મેળવવી જ જોઈએ.

સવારે ખાલી પેટ ચા : 

ચા માં વધારે માત્રામાં Acid હોઈ છે. જેના કારણે સવારે ખાલી પેટે પીવાથી નુકસાન કરે છે. એટલે સવારે ખાલી પેટ ચા પીવી ના જોઈએ.

શું બ્લેક ટી નુકસાન કરે છે? : 


ચા માં દૂધ ના વાપરીએ તો તે ખુબ જ ફાયદો કરે છે. પરંતુ જો વધારે માત્રામાં બ્લેક ટી પીવામાં આવે તો તે પણ નુકસાન કરે છે.

દૂધવાળી ચા : 


દૂધવાળી ચા વધારે માત્રામાં પીવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે, જેનાથી શરીરમાં થાક લાગવો જેવા અનુભવ થાય છે.

કડક ચા પીવી : 


કડક ચા પીવાથી શરીરને નુકસાન થાય છે. કડક ચા થી પેટમાં અસીડીટી થઇ જાય છે.

બે અલગ અલગ ચા મિક્ક્ષ કરીને : 

બે અલગ અલગ ચા ને ભેગી કરીને પીવાથી તેની અસર ઘણી જ ઝડપી થાય છે, અને આપણને નશો ચડતો હોઈ એવો આભાસ પણ થાય છે.

ચા સાથે બિસ્કીટ : 


ચા સાથે બિસ્કીટ ખાવાથી ચા સારી રીતે પચાવી શકાય છે.

ચા જમ્યા બાદ પીવી જોઈએ : 

ચા માં ટેટીન હોઈ છે, આથી તે જમવામાં રહેલા આર્યન સાથે રીએક્ટ કરે છે એટલે બપોરે જમ્યા બાદ ચા ના પીવી જોઈએ.

કેન્સરનો ખતરો : 

જે વ્યક્તિ દિવસમાં 5 વાર ચા પીવે છે તેમને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો રહે છે.

ગરમ ચા પીવાના નુકસાન : 


વધારે ગરમ ચા પીવાથી જમવાની નળી કે પછી ગળાના કેન્સરનો ખતરો વધી જાય છે. તેઝ કે ગરમ ચા ગળાના ટીસ્યુને પણ નુકસાન કરે છે.

0 કેમેન્ટ અહી કરો: