નાનપણ માં જયારે હું તરવાનું શીખવા જતો હતો તો દોસ્ત કહેતા હતા કે પાણી માં કૂદી જાઓ અને અહીં ત્યાં હાથ ચલાવો અને તરવાનું શીખી જશો. પર કો...

મક્કમ મનોબળ હોય તો કઈ અસંભવ નથી, હાથ વગર જીત્યા તરવાના 3 મેડલ


નાનપણ માં જયારે હું તરવાનું શીખવા જતો હતો તો દોસ્ત કહેતા હતા કે પાણી માં કૂદી જાઓ અને અહીં ત્યાં હાથ ચલાવો અને તરવાનું શીખી જશો. પર કોઈ વગર હાથ ના તરવાનું શીખીને દેશ માટે મેડલ જીતીને લાવી શકે છે. આ તો આ સંભવ જેવુંજ લાગે છે. પર આ સંભવ કરી દેખડીયું છે વિશ્વાસ કે. એસ. દ્વારા.


વિશ્વાસ એ કેનેડા માં પેરા સ્વિમિંગ ચેમ્પિયન માં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. 26 વર્ષ ના વિશ્વાસ બેગાલુરુ નો રહેવાસી છે. જયારે તે 10 વર્ષ ના હતા ત્યારે એક દુર્ઘટના માં તેમણે પોતાના હાથ ને ખોયા હતા.

પ્રોફેસનલ સ્વિમર બનવા માટે વિશ્વાસ એ ત્રણ વર્ષ મહેનત કરી છે. વગર હાથ એ ફ્રીસ્ટાયલ, બેકસ્ટ્રોક, બ્રેસ્ટસ્ટ્રોક અને બટરફ્લાય જેવી સ્વિમિંગ માં મહારથ હાસિલ કરેલી છે. વિશ્વાસ એ આ ચેમ્પિયન માં બેકસ્ટ્રોક અને બ્રેસ્ટસ્ટ્રોક (100) મીટર માં સિલ્વર અને બટરફ્લાય માં બ્રોન્ઝ મેડલ જીત્યા.


નાનપણ માં થયેલી એક દુર્ઘટના માં વિશ્વાસ એ પોતાના બંને હાથ અને તેમના પિતા ને ખોયા હતા. તે પોતાના નવા મકાન નું સમારકામ કરી રહ્યા હતા. અચાનક બેલેન્સ બગાડવાના કારણે તે વીજળીના તાર ઉપર પડી ગયા. વિશ્વાસ ને બચાવવા ના કારણે તેમના પિતા ની મૃત્યુ થઇ ગઈ અને વિશ્વાસ 2 મહિના સુધી કોમ માં રહ્યા. પોતાની જાન તો બચી ગઈ પરંતુ તેમને પોતાના બંને હાથ ખોય દીધા. વિશ્વાસ ના પિતા સત્યનારાયણ મૂર્તિ એગ્રિકલચર ડિપાર્ટમેન્ટ માં ક્લાર્ક હતા. આ એક્સીડેન્ટ પછી તેમની ફેમિલી બેંગલુરુ શિફ્ટ થઇ ગઈ.


બી કોમ કર્યા પછી વિશ્વાસ નાના મોટા કામ કરવા લાગ્યા. ત્યાર બાદ અચાનક થીજ તેમને સ્વિમિંગ શીખવાનું ભૂત સવાર થઇ ગયું. તે આસ્થા નામના એક એનજીઓ ની પાસે ગયા. આસ્થા ના ફાઉન્ડર સુનિલ જૈન કહે છે કે "વિશ્વાસ એ ઘણી વાર સ્વિમિંગ શીખવાની ઈચ્છા બતાવી હતી. તો આસ્થા એ એક બીજા એનજીઓ "બુક અ સ્માઈલ" ની સાથે મળી ને તેને ટ્રેનર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેનું ખાવા પીવાનું અને બાકી બધીજ જરુરીયા જે એક એથલીટ ને જોઈએ તે ઉપલબ્ધ કરાવવા માં આવી.

વિશ્વાસ ને ઘણીવાર તેમની આસપાસ ના લોકોની ખરાબ વાતચીત નો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેમની પાસે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ હતી તેમના ફ્રેન્ડ ના રૂપ માં. વિશ્વાસ ના દોસ્તો તેમને ડાન્સ, કુંગ-ફૂ અને સ્વિમિંગ ના ક્લાસ માં લઇ જતા હતા.


વિશ્વાસ એ વેલગાવી માં એક આયોજિત એક નેશનલ લેવલ પેરા સ્વિમિંગ માં પોતાના નામે 3 સિલ્વર મેડલ કર્યા છે. તેની આ કામયાબી ને જોઈ ને સ્પોર્ટ્સ અથોરીટી ઓફ ઇન્ડિયા એ તેને કેનેડા માં આયોજિત આ ચેમ્પિયન માટે મોકલ્યા.


વિશ્વાસ નું કહેવું છે કે "મારુ સપનું છે કે હું 2020 ટોકિયો ઓલમ્પિક નો ભાગ બનું" વિશ્વાસ એ વાત પાર વિશ્વાસ રાખે છે કે જો તમને સપોર્ટ મળેને તો તમે  જિંદગી માં કઈ પણ કરી શકો છો. સપોર્ટથીજ તમે શારીરિક અક્ષમતા પર જીત મેળવી શકો છો. વિશ્વાસએ તેમની આ કામયાબી નો શ્રેય બસાવેશ્વર નગર આરપીસી સ્વમિંગ પુલ ના સિનિયર સિટીજન ને આપ્યો.

0 કેમેન્ટ અહી કરો: