પ્રિયાંશી અગ્રવાલ નામની આ સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ ઉતાર્યું તેનું 15 કિલોગ્રામ વજન. આ યુવતીની ઉંમર 26 વર્ષ છે...

જિમમાં ગયા વિના એન્જિનિયર યુવતીએ આ રીતે ઉતાર્યું તેનું વજન


પ્રિયાંશી અગ્રવાલ નામની આ સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ ઉતાર્યું તેનું 15 કિલોગ્રામ વજન. આ યુવતીની ઉંમર 26 વર્ષ છે અને તેણે 6 મહિનાના સમયગાળામાં તેનું 15 કિલોગ્રામ વજન ઉતાર્યું છે. આ પહેલા તેનું કુલ વજન 70 કિલોગ્રામ હતું. તો ચાલો જાણીએ આ યુવતીની વજન ઉતારવાની પ્રક્રિયા વિશે.

જાણો આ યુવતીનો ડાયટ પ્લાન


આ સોફ્ટવેર એન્જિનિયર યુવતી સવારે બ્રેકફાસ્ટમાં ઉપમા અને પરોઠા ખાતી હતી. બપોરે લંચ દરમિયાન તે 1 બાઉલ દાળ, 1 બાઉલ લીલા શાકભાજી અને 2 રોટલી ખાતી હતી. સાથે ભાત પણ ખાતી હતી. જ્યારે ડિનર દરમિયાન 1 બાઉલ લીલા શાકભાજીની સાથે 2 પરોઠા ખાતી હતી. ઈચ્છા થાય તો ઘણી વખત તે પાસ્તા અને નૂડલ્સ ખાતી હતી પણ તે બધું તે પ્રમાણમાં અને ક્યારેક જ ખાતી હતી.

સાંજે 7 વાગ્યા પહેલા ડિનર લઈ લેવું જોઈએ


આ યુવતી જણાવે છે કે ખાણીપીણી પર કંટ્રોલ રાખવાની સાથે કસરત કરવાથી શરીરનું વજન સરળતાથી ઘટાડી શકાય છે. તે દરરોજ ચાલવા માટે જતી હતી અને બહારનું ખાવાનું પણ બંધ કરી નાખ્યું હતું. સાંજે 7 વાગ્યા પહેલા ડિનર લઈ લેવું જોઈએ તેવું પણ આ યુવતી જણાવે છે.

0 કેમેન્ટ અહી કરો: