હળદર વહેતા લોહીને અટકાવવા અથવા ઘાવ ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપ...

શરીર માટે ઉતમ ઔષધિ છે હળદર વાળું દૂધ જાણો તેના ફાયદા


હળદર વહેતા લોહીને અટકાવવા અથવા ઘાવ ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હળદર ભોજનનો સ્વાદ તેમજ રંગ વધારવા માટે પણ ઉપયોગી છે. તેનો ઉપયોગ સૌંદર્ય વૃદ્ધિ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત હળદર શરીરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ અસરકારક હોય છે. જાણો, હળદરના કેટલાક બેમિસાલ ઉપાય વિશે…

લોહીમાં બ્લડ શુગરનું પ્રમાણ વધી જવા પર હળદરવાળા દૂધનું સેવન ફાયદાકારક રહે છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી શુગર લેવલ ઓછું થાય છે. પરંતુ યાદ રાખો કે હળદરનું વધારે સેવન બ્લડ શુગરના નિર્ધારિત પ્રમાણને પણ ઘટાડી શકે છે.


આ ઉપરાંત દૂધમાં હળદર મિક્સ કરવાથી શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન વધી જાય છે. જેના કારણે દુખાવામાં ઝડપી રાહત મળે છે. દરરોજ સવારના સમયે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને પીવાથી શરીર સુડોળ બની જાય છે.

હળદરમાં ઘાવ ભરવાનો પણ ગુણ રહેલો છે. જો તમને ઇજા થઇ હોય અને લોહી નિકળી રહ્યું છે તો ઘા પર હળદર નાંખી દો. તેનાથી લોહી નિકળવાનું બંધ થઇ જશે.


દૂધની સાથે હળદરનું સેવન ત્વચાની સમસ્યાઓ જેવી કે – ઇન્ફેક્શન, ખંજવાળ, ખીલ વગેરેથી રાહત મળે છે. તેનાથી તમારી ત્વચા સાફ, સ્વસ્થ અને ચમકદાર બની જાય છે. આ સાથે જ તમે તેમાં બેસન મિક્સ કરીને ચહેરા પર પણ લગાવી શકો છો.

0 કેમેન્ટ અહી કરો: