શરીરમાં બહુબધી અંતઃસ્રાવી ગ્રંથીઓ હોય છે, જેનું કાર્ય હોર્મોન્સ બનાવવાનું હોય છે. આમાથી પતંગીયાનાં આકારની થાઇરોઇડની ગ્રંથી ગળામાં વચ...

થાઈરૉઈડ ના કારણો અને તેને દૂર કરવાના ઉપાયો જાણો


શરીરમાં બહુબધી અંતઃસ્રાવી ગ્રંથીઓ હોય છે, જેનું કાર્ય હોર્મોન્સ બનાવવાનું હોય છે. આમાથી પતંગીયાનાં આકારની થાઇરોઇડની ગ્રંથી ગળામાં વચ્ચે હોય છે. થાઇરોઇડમાંથી બે પ્રકારના હોર્મોન્સ નીકળે છે, ટી ૩ અને ટી ૪. આ બંને શરીરના મેટાબોલીઝમને નિયંત્રણમાં રાખે છે. જેનું શરીર સ્વસ્થ હોય તેના શરીરમાં આ બંને હોર્મોન્સ સારી માત્રામાં બને છે. પણ જેને થાઇરોઇડની તકલીફ થાય છે, તેમના શરીરમાં આ હોર્મોન્સનું સંતુલન બગડી જાય છે.

અત્યારે સરેરાશ દર સો મહિલાઓમાં દસ મહિલાઓ એવી છે કે જેમને થાઇરોઇડની તકલીફ છે. થાઇરોઇડ ગ્રંથીમાંથી બે પ્રકારના હોર્મોન નીકળે છે. થાઇરોક્સિન ટી ૪માં ચાર આયોડીન અને ટ્રાઇઆયોડોથાઇરીન મતલબ કે ટી૩માં ત્રણ આયોડીન હોય છે. ટી ૪ જરૂરીયાત મુજબ ટી ૩માં બદલાઇ જાય છે. શરીરમાં આ બંને આયોડીનના લેવલને થાઇરોઇડ સ્ટીમ્યુલેટિન હોર્મોન નિયંત્રણમાં રાખે છે. જો કારણ વગર તમારું વજન વધવા લાગે તો તમને થાઇરોઇડની તકલીફ હોઇ શકે છે. થાઇરોઇડના કારણે અસ્થમા, કોલેસ્ટ્રલ, ડિપ્રેશન, ડાયાબિટીસ, અનિંદ્રા અને હાર્ટની બિમારીઓ થવાની શક્યતાઓ રહે છે. માટે તે ન થાય તેની કાળજી ચોક્કસ રાખવી જોઇએ.


થાઇરોઇડની ઓળખ કઇ રીતે કરશો? 

જો તમને થાઇરોઇડ થયો હોય તો અમુક લક્ષણ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે થાઇરોઇડ છે. જેમાં ભૂખ ઓછી લાગે છતાં વજન વધવાની તકલીફ થાય, હાર્ટબીટ્સ અમુક સમયે ઓછી થઇ જાય, ગળા પાસે સાજો ચડયો હોય તેમ લાગે, વધારે પડતો થાક લાગે, આળસ આવ્યાં કરે, ચામડી સુકી અને ડલ લાગવા માંડે, ગરમીમાં પણ ઠંડી લાગે, વાળ વધારે પ્રમાણમાં ઉતરવા લાગે, યાદશક્તિ ઘટી જાય, સમય પહેલાં મેનોપોઝ આવી જાય. આ પ્રકારના લક્ષણ વર્તાય એટલે સમજવું કે તમને થાઇરોઇડની શક્યતા છે. ઘણી સ્ત્રીઓને આ કારણે ગર્ભ રહેવામાં પણ પ્રશ્ન ઉત્પન્ન થતો હોય છે. થાઇરોઇડ બે પ્રકારના હોય છે. એકમાં વજન વધવા લાગે છે, જ્યારે બીજામાં અચાનક વજન ઘટવા લાગે છે. જો તમને થાઇરોઇડ ડીટેક્ટ થાય તો તેની દવા ભુલ્યા વગર બીપીની દવાની માફક જ નિયમીતરૂપે લેવી પડે છે.

થાયરોઈડની સમસ્યાનું કારણ શું? 

ઘણીવાર થઇરોઇડ વ્યક્તિની ખરાબ જીવનશૈલીના કારણે પણ થતો હોય છે. તેમજ આયોડીનની કમીના કારણે પણ આ તકલીફ સર્જાતી હોય છે. ભોજનમાં હંમેશા આયોડીનની માત્રા માપસર જ હોવી જોઇએ. ન તો વધારે માત્રા હોવી જોઇ, ન તો ઓછી. તેમજ જીવનશૈલી ખરાબ હોય, સતત તણાવનો અનુભવ કરતાં હોવ, બહારનું ભોજન વધારે પ્રમાણમાં લેવાનું થતું હોય તો પણ આ સમસ્યા સર્જાતી હોય છે.


આટલું ધ્યાન રાખવાથી થાઇરોઇડથી દુર રહેવાશે 

થાઇરોઇડના દરદીઓમાં સૌથી વધારે આયોડીન, સેલેનિયમ, અને ઝિંકની ઉણપ જોવા મળે છે. તેથી આ ત્રણેય વસ્તુ જેમાથી વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય તેવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ.

મશરુમ 

મશરુમમાં સેલેનિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જે થાઇરોઇડને નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે, તેથી થાઇરોઇડના દરદીઓએ મશરુમનું સેવન ચોક્કસ કરવું જોઇએ.

ઇંડાં

ઇંડાંમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને સેલેનિયમ પણ સારીએવી માત્રામાં ઉપલબ્ધ થઇ આવે છે. તેથી શીયાળાના દિવસોમાં રોજે એક ઇંડુ નિયમીત ખાવું જોઇએ. (જે લોકો ઇંડા ખાતા હોય તેમણે. જે ન ખાતા હોય તેમણે મશરુમ ખાવું).

દહીં

નિયમીત દહીં ખાવાથી શરીરમાં રોગ પ્રતીકારક શક્તિ વધે છે. જેનાથી થાઇરોઇડ હોર્મોન પણ નિયંત્રણમાં રહે છે. માટે રોજે દહીં અચુક ખાવું જોઇએ.

સુકો મેવો 

બદામ અને અખરોટ આયોડીનના શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તે થાઇરોઇડ ગ્રંથીને સ્વસ્થ કરવામાં મદદરૂપ થાય છે. તેથી સુકા મેવાનું સેવન પણ રોજે કરવું જોઇએ.

અળસી

અળસીમાં ૨૩ ટકા ઓમેગા-૩ ફેટી એસીડ હોય છે, તેમજ ૨૦ ટકા પ્રોટીનની માત્રા હોઇ છે. ઓમેગા ૩ ફેટી એસીડ થાઇરોઇડને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. માટે થાઇરોઇડના દરદીઓએ અળસીનું સેવન ચોક્કસપણે કરવું જોઇએ.

0 કેમેન્ટ અહી કરો: