લોકસભા ની ચૂંટણી માં જીત મેળવનારી તૃણમૂલ કોંગ્રેસ ની સાંસદ નસુરત જહાં એ મંગળવારે શપથ લીધી. નુસરત ની શપથ થી વધુ તેમની સાડી અને સ્ટાઇલ વ...

અંબાણી ફેમિલી થી લઈને નુસરત જહાં સુધી ની મોટી હસ્તીઓ આમની પાસે બંધાવે છે સાડીઓ


લોકસભા ની ચૂંટણી માં જીત મેળવનારી તૃણમૂલ કોંગ્રેસ ની સાંસદ નસુરત જહાં એ મંગળવારે શપથ લીધી. નુસરત ની શપથ થી વધુ તેમની સાડી અને સ્ટાઇલ વધુ ચર્ચા માં હતી. નુસરત એ ગુલાબી બોર્ડર વાળી એક વ્હાઇટ પ્રિન્ટેડ સાડી પહેરેલી હતી. આ દરમિયાન તેમની સાડી બાંધવાની રીતે સાવ અલગ હતી.


સંસદ માં શપત લેતા સમયે જે સાડી માં નુસરત નજર આવી હતી, તેને બાંધવા માટે એક્સપર્ટ ડોલી જેન ને બોલાવવા માં આવી હતી. ડોલી જેન ફેશન ની દુનિયામાં એક જાણીતું નામ છે. બૉલીવુડ સહીત દેશ ની ઘણી મોટી હસ્તીઓ ના લગ્ન માં ડોલી પોતાની સાડી બાંધવાની કળા દેખાડી ચુકી છે.

ગીનીજ વર્લ્ડ બુક માં નામ છે દર્જ


ડોલી સાથેની વાતચિત્ત માં ડોલી એ કહ્યું કે સાડી બાંધવાની આ કળા ને ડ્રેપિંગ કહેવામાં આવે છે. ડોલી એક જ સાડી ને 325 અલગ અલગ રીતે બાંધવામાં માહિર છે. ડોલી ના સોસીયલ મીડિયા પ્રોફાઈલ થી ખબર પડે છે કે તેના નામ પર સૌથી ઝડપથી (18.5 સેકન્ડ) સાડી બાંધવાનો ગીનીજ વર્લ્ડ રેકોર્ડ પણ દર્જ છે.


નુસરત જહાં સિવાય ડોલી અંબાણી પરિવાર ની વહુ શ્લોક મહેતા, દીકરી ઈશા અંબાણી, પ્રિયંકા ચોપડા, સોનમ કપૂર, દીપિકા પાદુકોણ અને કરિશ્મા કપૂર જેવી મોટી હસ્તીઓ ની સાડી બાંધી ચુકી છે. તેમના સિવાય પણ ઘણી મોટી સેલેબ્રીટી પોતાના ફંક્શન માં સાડી બાંધવાનું આમંત્રણ આપી ચુક્યા છે.

ડોલી એ કહ્યું કે સાડી બાંધવાની આ વિશેષ કળા મુશ્કેલ પરિસ્થિતિ માં તેણે શીખી હતી. લગ્ન પછી તેમની પાસે ફંક્શન માં પહેરીને જવામાં માટે ફક્ત એક સાડી હોતી હતી. બધીજ જગ્યા પર એકજ સાડી પહેરીને જવું થોડું તેને ખુંચતું હતું. તેણે સાડી ને બાંધવાની અલગ અલગ રીતે તેણે શોધી. તે હરરોજ રાત્રે 11 થી લઈને 2 વાગ્યા સુધી સાડી બાંધવાની પ્રેક્ટિસ કરવા લાગી.


ડોલી જયારે સાડી બાંધવામાં પરફેક્ટ થઇ તો તેણે વિચાર્યું કે કેમ આ કાળા ને પ્રોફેશન માં બદલવામાં આવે. નાના સ્તર પર કામ શરુ કરનાર ડોલી જેન આજે દેશ ની જાણતી સેલિબ્રિટી ડ્રેપ અર્ટિટસ્ટ બની ચુકી છે. આજે તેમની પાસે 25 લોકોની ટિમ છે. ડોલી એ કહ્યું કે તેમની ટિમ સાડી બાંધવા માટે 10 થી 15 હજાર સુધી નો ચાર્જ લે છે.

0 કેમેન્ટ અહી કરો: