પોતાની જેવોજ અફસર બનાવવાની ચાહ રાખીને ઉત્તર પ્રદેશ ના હટાવા જિલ્લા ના એસએસપી સંતોષ મિશ્રા એ ફુગ્ગા વેંચતા વિકલાંગ વ્યક્તિ ના માસુમ બાળ...

એસએસપી એ વિકલાંગ ફુગ્ગા વાળા ના દીકરા નું પોલીસ મોડર્ન સ્કૂલ માં કરાવ્યું એડમિશ


પોતાની જેવોજ અફસર બનાવવાની ચાહ રાખીને ઉત્તર પ્રદેશ ના હટાવા જિલ્લા ના એસએસપી સંતોષ મિશ્રા એ ફુગ્ગા વેંચતા વિકલાંગ વ્યક્તિ ના માસુમ બાળક ને પુલીસ મોડર્ન સ્કૂલ માં કક્ષા 4 માં એડમિશન કરાવીને એક નવી મિસાલ કાયમ કરી છે. એસએસપી એ માસુમ નું ભણતર થી લઈને બીજી શેક્ષણિક જરૂરતો ને પૂરું કરવાનો ખર્ચ ઉઠવાનો નિર્ણય લઈને એક તરફ થી મોટો સંદેશ આપ્યો છે.

હટાવા ના વરિષ્ઠ પુલીસ અધિક્ષક સંતોષ કુમાર મિશ્રા ના પ્રમાણે એક દિવસ જયારે તે પોલીસ ની સાથે શહેર ના ડો. રામમનોહર લોહિયા પાર્ક પાસે પગ પાળા કરી રહ્યા હતા, ત્યારે તેને ફુગ્ગા વેચીને પોતાનું અને પરિવાર નું પેટ પાળનાર વ્યક્તિ જોયો. તેમની સાથે તેમનો દીકરો પણ હતો. ટ્રાઈ સાઇકલ પર બેઠેલા વ્યક્તિ સાથે વાત ચિત માં ખબર પડી કે આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેમનો દીકરો અભ્યાસ કરી શકતો નથી. ત્યાર બાદ તેને આ માસુમ દીકરાને સારી શિક્ષા આપવાનો ભરોસો અપાવ્યો અને એક સારી સ્કૂલ માં એડમિશન કરાવવાની પહેલ કરી. જેને તે માસુમ પિતાએ સ્વીકાર કર્યું.


એસએસપી સંતોષ મિશ્રા એ કહ્યું કે દિવ્યાંગ વ્યક્તિ નું નામ મેહરાજ ઉર્ફ છુટ્ટુન છે. પહેલા તો તે પોલીસ ફોર્સ ને જોઈને ડરી ગયો હતો. તેને લાગ્યું કે કંઈક તે તેમને ત્યાંથી હટવાનું ના કહી દે પરંતુ તેમની પાસે તેમનો દીકરો ઉભો હતો એટલે એસએસપી તેમને તેમની પાસે જતા રોકી ના શક્યા. તેમણે તેમનું નામ પૂછ્યું અને તેમના પિતાને પૂછ્યું કે તમારો દીકરો ક્યાં ક્લાસ માં અભ્યાસ કરે છે. તો તેમણે કહ્યું કે તે ભણવા માટે નથી જતો. એસએસપી ચોકી ગયા અને કહ્યું કે એમની ઉમર તો અભ્યાસ કરવાની છે તો મોકલતા કેમ નથી. પિતા નું ના પાડવાં પછી તે સમજી ગયા કે તે શા માટે તેમને સ્કૂલે નથી મોકલી રહ્યા. 

મેહરાજ એ જવાબ આપ્યો કે અમારું પેટ ભરાય હું એટલુંજ કમાઈ શકું છું. ત્યારબાદ એસએસપી એ કહ્યું કે તમારો દીકરો કાલથી સ્કૂલે જશે. તેમનું એડમિશન પોલીસ મોડર્ન સ્કૂલ માં કરવો. તેને જે પણ જરૂરિયાત પડશે તેમની બધીજ જરૂરિયાત આપણા સ્તર પર પૂર્ણ થશે.

0 કેમેન્ટ અહી કરો: